બર્ડ ફલૂના કહેર વચ્ચે ઉપલેટામાં બે કોયલ પક્ષીના મોત

27 January 2021 12:01 PM
Dhoraji
  • બર્ડ ફલૂના કહેર વચ્ચે ઉપલેટામાં
બે કોયલ પક્ષીના મોત

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશેઉપલેટા તા.27
ઉપલેટાના પાંજરાપોળ રોડ પર આવેલા નવાપરા ચોરા પાસે અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની સામે આજરોજ બે કોયલ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. કહી શકાય કે બર્ડ ફ્લુનો હાલ વાઈરસ ફેલાઈ રહ્યો હોય ત્યારે સ્થાનિક વોર્ડના નગરપાલિકા સદસ્ય રઘુભા સરવૈયા દ્વારા ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવેલી હતી જેને લઇને ફોરેસ્ટ ખાતાનો સ્ટાફ દોડી આવ્યો હતો તેમજ પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ. અધિકારીના જણાવ્યા પ્રમાણે સાચી હકીકત પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે એવુ તેમની યાદીમાં જણાવાયુ હતુ.


Loading...
Advertisement