એચવનબી વિઝા ધારકોને મોટી રાહત: જીવનસાથી માટેના ‘જોબ’ પ્રતિબંધ રદ થશે

27 January 2021 12:00 PM
World
  • એચવનબી વિઝા ધારકોને મોટી રાહત: જીવનસાથી માટેના ‘જોબ’ પ્રતિબંધ રદ થશે

બાઈડન શાસને સાતમા દિવસે જ મહત્વનો નિર્ણય લીધો

વોશિંગ્ટન: અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડને ભારત સહિત વિશ્વના અનેક મેરીટ-ધારકોને રાહત આપતા હવે એચ-વન-બી વિસામાં જતા વ્યક્તિના જીવનસાથીને અમેરિકામાં નોકરી-રોજગાર પર પ્રતિબંધ હતો તે દૂર કરવા જાહેરાત કરી છે. અમેરિકામાં અગાઉના ટ્રમ્પ શાસન દ્વારા આ પ્રતિબંધ લગાવતા હજારો ભારતીયો સહીત વિશ્વભરમાંથી એચ-વન-બી વિસા પર આ દેશમાં આવતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો માટે તેમના જીવનસાથીને પણ અમેરિકી જોબથી વંચિત રાખવા મજબૂર કરી દીધા હતા અને અનેક યુગલોને તો અલગ-અલગ દેશમાં રહેવા પણ મજબૂર થવું પડયું હતું. બાઈડન શાસનના સાતમા જ દિવસે ટ્રમ્પ શાસનને જે પ્રતિબંધ મુકયા હતા તે ફાઈલ પર બાઈડન પર ‘વિથડ્રો’ રિમાર્ક કરી દીધો છે અને ટુંક સમયમાં જ આ અંગેની એક માર્ગ રેખા પણ જાહેર કરવામાં આવશે.અમેરિકામાં એચ-વન-બી વિસા પર રહેતા લાખો વિદેશીઓ માટે આ એક સૌથી મોટી રાહત બની છે. આ વર્ષે ઓકટોબર માસમાં જ નવા એચ-વન-બી વિસાની યાદી જાહેર થનાર છે તે પુર્વે આ રાહત મહત્વની બની રહેશે.


Related News

Loading...
Advertisement