વોશીંગ્ટન તા.27
હાલ કોરોના સંક્રમણથી બચવા લોકો કપડામાંથી તૈયાર થયેલા માસ્ક પહેરે છે. તેમાં પણ અવનવી વેરાયટીઓ છે. પરંતુ એક અભ્યાસ અનુસાર કપડામાંથી બનેલા માસ્ક કોરોના સહીત અન્ય સંક્રમણોને રોકવામાં પૂરેપુરા કારગત નથી. કપડામાંથી બનેલા આ માસ્ક બહેતર જરૂર લાગે છે. પરંતુ તે કોરોનાના પ્રસારને રોકવામાં બહેતર કામ નથી કરતા.લેખક જેરેમી હોવર્ડ કે જેઓ કોરોના વિરૂધ્ધ ફેસ માસ્ક પર સમીક્ષાનાં સહ લેખક છે જે એપ્રિલથી સંશોધન કરી રહ્યા છે. આ અધ્યયનનાં નિષ્કર્ષ પ્રોસીડીંગ્સ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશીત કરવામાં આવ્યા હતા.
નિષ્કર્ષમાં કપડામાંથી બનેલા માસ્કને નાના કણોને રોકવામાં અસરકારક દર્શાવાયા હતા. પરંતુ સાથે સાથે કહેવામાં આવ્યુ કે આ કપડાનાં માસ્ક સર્જીકલ માસ્ક નહિં તુલનામાં વધુ સુરક્ષા નથી આપતા.અભ્યાસ અનુસાર કપડાથી બનેલા માસ્ક પહેરનારાઓમાં ઈન્ફલુએન્ઝા જેવી બિમારીથી ગ્રાસીત હોવાની સંભાવના 13 ગણી વધુ હોય છે. હોવર્ડ અનુસાર કપડાથી બનેલા માસ્ક પહેરનારાઓ દ્વારા ઉધરસ કે છીંક ખાવાથી નીકળેલા ટીપાને પૂરી રીતે બહાર નીકળવાથી રોકી નથી શકતા. જેથી વાયરસથી ભરેલા ટીપા હવામાં કલાકો સુધી તરતા હોય છે અને તે સંક્રમિત કરી શકે છે.