બ્રિટનમાં કોરોનાનું તાંડવ; મૃત્યુઆંક એક લાખને પાર: વિશ્વમાં કોરોના 10 કરોડે પહોંચ્યો

27 January 2021 11:08 AM
World
  • બ્રિટનમાં કોરોનાનું તાંડવ; મૃત્યુઆંક એક
લાખને પાર: વિશ્વમાં કોરોના 10 કરોડે પહોંચ્યો

વડાપ્રધાન બોરિસ જોન્સને જવાબદારી લઈને વ્યક્ત કર્યું દુ:ખ: તમામ પ્રયાસો છતાં મૃત્યુઆંક ન અટકાવી શકાયો

નવીદિલ્હી, તા.27
બ્રિટનમાં કોરોનાએ રીતસરનું તાંડવ મચાવી દીધું હોય તેવી રીતે મોતની રફ્તાર શમવાનું નામ જ ન લેતાં મૃત્યુઆંક એક લાખને પાર થઈ ગયો છે. આ અંગે વડાપ્રધાન બોરિસ જોન્સને સાર્વજનિક રીતે જવાબદારી સ્વીકારતાં દુ:ખ વ્યક્ત કર્યું છે. બીજી બાજુ વિશ્ર્વમાં કોરોના 10 કરોડે પહોંચી જવા પામ્યો છે.


બ્રિટનમાં મોતના તાંડવથી દુ:ખી વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે હું આ અંગેની સંપૂર્ણ જવાબદારી લઉં છું. મને આ મોતનું બહુ જ દુ:ખ છે. હું એ તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છું જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. મા-બાપ, ભાઈ-બહેન અને પુત્ર-પુત્રીઓને લોકો ગુમાવવા પડ્યા છે.


જોન્સને એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમારા મંત્રીઓએ કોરોના પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. જો કે તેમના પ્રયાસોથી મૃતકોના પરિવારજનોનું દુ:ખ ઓછું કરી શકાતું નથી. તેમણે કહ્યું કે આ ઘટના બાદ દેશ પાસે તેમાંથી સબક શીખવા, વિચારવા અને સુધારો લાવવાની તક છે. રાહતની વાત એ છે કે વેક્સિન આવ્યા બાદ હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


બ્રિટનમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1.4 લાખ લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિકારી ક્રિસ હોપસને કહ્યું કે દુ:ખદ વાત છે કે આપણે કોવિડ-19થી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોને ગુમાવી ચૂક્યા છીએ. વેક્સિનેશન માટે પ્રભારી મંત્રી નદીમ જહાવીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમામ લોકો મફત વેક્સિનેશનના પ્રસ્તાવને સ્વીકાર કરીને વેક્સિન લેવા માટે આગળ આવે.


Related News

Loading...
Advertisement