સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી : કોરોના વોરિયર્સના સન્માન કરાયા

27 January 2021 10:54 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી : કોરોના વોરિયર્સના સન્માન કરાયા
  • સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી : કોરોના વોરિયર્સના સન્માન કરાયા
  • સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી : કોરોના વોરિયર્સના સન્માન કરાયા
  • સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી : કોરોના વોરિયર્સના સન્માન કરાયા
  • સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી : કોરોના વોરિયર્સના સન્માન કરાયા

વિસાવદર-ટંકારા-જોડીયા-હડીયાણા-જસદણ સહિતના તાલુકાઓમાં રાષ્ટ્ર ઘ્વજને સલામી : રંગારંગ કાર્યક્રમો થયા

રાજકોટ તા.27
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અવસરે ઘ્વજવંદન, પરેડ, માર્ચ પાસ્ટ, દેશભકિતના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા અને તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ અવસરે કોરોના કાળમાં ફરજ બજાવનાર કોરોના વોરિયર્સના સન્માન પણ કરવામાં આવ્યા હતાં.


જસદણ
જસદણ શહેરમાં બોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઊજવણી થઈ હતી કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારી ગાઈડલાઈન અનુસરીને તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી પ્રિયાંકકુમાર ગળચરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું જેમાં મામલતદાર સહિતના વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. ખાસ કરીને પ્રજાસત્તાક પર્વ ઉપર મોતીચોક સહિત વિવિધ વિસ્તારોના વેપારીઓએ પોતાની શોપ પર રાષ્ટ્રધ્વજનું સુશોભન કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો આજના આ અવસરે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા જસદણ યુવા ભાજપના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ પણ શહેરીજનોને દેશના આ મહાનપર્વની શુભેચ્છા પાઠવી હતી. આમ આ પર્વ પર દેશભક્તિનો માહોલ રચાયો હતો.


ટંકારા
ભારતભરમાં 72 માં પ્રજાસત્તાક પર્વની શાન થી ઉજવણી કરાયેલ છે. ટંકારામાં તાલુકા કક્ષાની ઉજવણી કરાયેલ. ટંકારામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ. મામલતદાર એમ. પી. શુકલ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવેલ અને સલામી અપાયેલ. મામલતદાર એમ.પી. શુકલ દ્વારા પોલીસ તથા હોમગાર્ડ પરેડ નું નિરીક્ષણ કરાયેલ. તેમજ પ્રજાસત્તાક દિન ની શુભેચ્છા પાઠવેલ. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી એમ. એમ. તરખાલા મેડીકલ ઓફિસર ડોક્ટર વી.બી. ચીખલીયા ફોરેસ્ટર કૂંડાળીયા, બી.આર.સી .કો.ઓર્ડી નેટ કલ્પેશ ફેફર, ટંકારા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, માજી સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી, પ્રભુલાલ કામરીયા, એડવોકેટ સંજયભાઈ ભાગિયા , આર. જી. ભાગીયા તથા સરકારી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહેલ .મામલતદાર એન. પી. શુકલ તથા તાલુકા વિકાસ અધિકારી એમ. એમ . તરખાલા તથા તથા આગેવાનો ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયેલ.કાર્યક્રમનું સંચાલન આચાર્ય ભાવેશભાઈ સંઘાણી તથા ચેતનભાઇ ભાગીયા દ્વારા કરાયેલ.


ઓમ વિદ્યાલય
ઓમ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાયેલ .ઓમ વિદ્યાલય ટંકારા આજરોજ 72 માં પ્રજાસત્તાક દિન નિમિતે શાળાના આચાર્ય શ્રી ટી. કે. પાડલિયા ના વરદહસ્તે ધ્વજવંદન કરાયેલ. ટંકારા તાલુકાના સ્વનિર્ભર શાળાના પ્રમુખશ્રી યોગેશભાઈ ઘેટિયા અને સર્વે શિક્ષકો અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ એ ધ્વજ વંદન માં ભાગ લીધેલ.આ તકે યોગેશભાઈ ઘેટિયા દ્વારા દેશના બંધારણ વિશે માહિતી આપેલ તથા સ્વતંત્ર સેનાનીઓ, શહીદોને યાદ કરી બાળકોમાં રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય તે અર્થે વક્તવ્ય આપેલ.


શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય
ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયેલ શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલયમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાનથી કરાયેલ . કોવિડ -19 ના માર્ગદર્શન મુજબ સલામત અંતર જાળવી ધ્વજ વંદન કરાયેલ. ટ્રસ્ટી કે. કે. મેરજા વરદ હસ્તે ધ્વજ વંદન કરાયેલ. આચાર્ય એલ. વી. કગથરા એ પ્રજાસત્તાક દિને શહીદો એ આપેલ બલિદાનો ને યાદ કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરેલ.


શૈક્ષણિક સંકુલ માંડાવડ
માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.કોરોનાની વતેમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબજ સાદગીભર ઉજવણી કરવામાં આવી.જેમા ધ્વજવંદન કાર્યક્રમ કમેવીર સમિતીના અધ્યક્ષ મનિષ ગોધાણીના હસ્તે કરવામા આવેલ તથા આ રાષ્ટ્રીય પવેમા રતીભાઈ વસોયા(પૂવે ચેરમેન શ્રી માકેેટીગ યાર્ડ માંડાવડ) તથા વાલજીભાઈ ભંડેરી તથા મેહુલભાઈ સતાણી (ક્ન્વીનર - શ્રી ખોડલધામ તાલુકા સમિતિ વિસાવદર) ઉપસ્થિત રહેલ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયાએ ટ્રસ્ટ મંડળ વતી સૌને શુભેચ્છાઓ પાઠવેલ હતી.આ પવેની શાળાના પ્રિન્સીપાલ પ્રફૂલ વાડોદરીયા તેમજ કેમ્પસ ડાયરેકટર અશોક ડોબરીયાએ રાષ્ટ્રીય પવેની શુભકામનાઓ સાથે સમગ્ર કાર્યક્રમ ની સફળતા માટે અભિનંદન આપેલ હતા.


જોડીયા મામલતદાર કચેરી
મામલતદાર કચેરી જોડિયા ખાતે 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખુબ જ ધામધુમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાની શ્રી હડિયાણા ક્ધયા શાળાના આચાર્યશ્રી અરવિંદ એન. મકવાણાનું કોરોના વૈશ્વિક મહામારી (કોવિડ) સામેની લડાઈ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા દિવસ-રાત જોયા વગર અને ઘર પરિવારની ચિંતા કર્યા વગર, શિક્ષણ ક્ષેત્રમાં સરકારની ફરજોનું સામાસન્માન પત્ર અનજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું. સમાજના સ્વાસ્થ્યની ચિંતા અને ઉમદા ફરજ બજાવવા બદલ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કેન્દ્રની માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની પ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ હડિયાણા ક્ધયા શાળાને અપાવવા બદલ જોડીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર વાળા સાહેબના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. મામલતદારશ્રી જોડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડિયા તથા ઝઙઊઘ જોડિયા દ્વારા મકવાણા અરવિંદ એન. ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ.


Related News

Loading...
Advertisement