હડિયાણા જામનગર શહેરમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના

27 January 2021 10:27 AM
Jamnagar
  • હડિયાણા જામનગર શહેરમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના

તા.23.01.2021 ના રોજ શનિવારે રાજકોટ સ્થિત "બોલબાલા" ચેરીટેબલ ટ્રસ્ટ ની જામનગર ખાતે સ્થાપના કરવામાં આવેલ છે. આ તકે સંસ્થા ના સંચાલક શ્રી જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા સંસ્થા ની સેવાકીય પ્રવૃત્તિ ઓ વિષે ની વિસ્તૃત માહિતી આપી હતી. અને કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત અવધેસદાસ મહારાજ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અને આશીર્વચન આપવામાં આવ્યું હતું. આ તકે જામનગર શહેર ના પૂર્વ ભાજપના પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ના પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા પુર્વ કોર્પોરેટર દિવ્યેશભાઇ અકબરી તથા જામનગર સ્થિત સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અનેક નામી અનામી લોકો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement