ઊનાના નાલીયા માંડવી ગામ પાસે આવેલ ફાર્મ હાઉસમાં ચાર દિવસ પહેલા રાત્રીના દીપડોએ બતક પરનો શિકાર કરી નાશી છુટ્યો હતો. જેથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયેલ હતું. તેની જાણ ફાર્મ હાઉસના માલીકે વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા શિકાર સાથે ફાર્મ હાઉસ આસપાસ પાંજરૂ ગોઠવી મુકવામાં આવ્યુ હતું. અને રાત્રીના શિકારની લાલચે ફરી દીપડો આવતા પાંજરામાં કેદ થઇ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના તેમજ આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે તા.21. ના વહેલી સવારે સાડા ચાર વાગ્યે દીપડો ફાર્મ હાઉસમાં પ્રવેશ કરી બતક પર હુમલો કરેલ ત્યારે પાલતુ શ્વાસએ બતકને બચાવવા પ્રયાસ કરેલ પરંતુ આ દીપડો પોતાના જડબામાં બતકને દબોચી નાશી છુટ્યો હતો. આ સમગ્ર ધટના સી સી ટીવી કેમેરામાં કેદ થયેલ હતી. જોકે આ ખૂંખાર દીપડો પાંજરે પુરાતા પાંજરા સાથે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ હતો.