ભાવનગર જિલ્લામાં નવા 3 કોરોનાના કેસ : 3 દર્દીઓ ડિસ્ચાર્જ

27 January 2021 10:07 AM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં નવા 3 કોરોનાના કેસ : 3 દર્દીઓ ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા કુલ 6,036 કેસો પૈકી 29 દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.27
ભાવનગરમાં ગઇકાલે 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 6,036 થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 2 પુરુષ અને 1 સ્ત્રી મળી કુલ 3 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ભાવનગર મહાનગરપાલિકાના કુલ 3 દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા 6,036 કેસ પૈકી હાલ 29 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,931 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Loading...
Advertisement