દિલ્હીમાં થયેલી હિંસાના પગલે રાજકોટમાં કિસાન સંમેલનને આપેલી મંજૂરી પોલીસે રદ કરી

26 January 2021 10:13 PM
Rajkot Politics
  • દિલ્હીમાં થયેલી હિંસાના પગલે રાજકોટમાં કિસાન સંમેલનને આપેલી મંજૂરી પોલીસે રદ કરી

આજે જ મંજૂરી આપી અને આજે જ રદ કરી, આવતીકાલે કિસાન નેતાઓ ભેગા થયા તો અટકાયત થશે

રાજકોટઃ
દિલ્હીમાં આજે ખેડૂતોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાના પગલે રાજકોટમાં કિસાન સંમેલનને આપેલી મંજૂરી રાજકોટ પોલીસે રદ કરી છે. પોલીસે આજે જ સંમેલન અંગે મંજૂરી આપી હતી અને આજે જ રદ કરી છે. આવતીકાલે કિસાન નેતાઓ ભેગા થયા તો અટકાયત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને લઈ દિલ્હીમાં આંદોલ ચાલી રહ્યું છે. જેને પગલે રાજકોટમાં પણ કિસાન જાગૃતિ સંમેલન અંગે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. જે મામલે પોલીસે નિયમોના પાલન સાથે મંજૂરી આપી હતી પરંતુ હાલ તેને રદ કરી દેવામાં આવી છે.

આ અંગે પત્રકાર પરિષદ યોજી ડીસીપી ઝોન - ૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને સંબોધી અરજદાર ગુજરાત કિશાન સંધર્સ સમિતિના કન્વીનર પાલભાઇ રામભાઇ આંબલીયાએ તા .૨૭ ના રોજ બપોરે ૧૨ વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલા ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડુતોને જાગૃતી માટે સભાનું આયોજન કરવાના હોય જે બાબતે મંજૂરી મેળવવા અરજી કરી હતી અને જે સભામાં હાલમા કૃષી અંગે ત્રણ કાયદા પસાર થયેલા હોય જે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો ખેડુતો હાજર રહેવાના હોય અને આ સભા રાજકીય ન હોય અને ફકત ખેડુતોમાં જાગૃતી લાવવા આ સભાનું આયોજન કરાયું હોય અને કોરોના વાઇરસ અન્વયે સરકાર તરફથી આપવામા આવેલ ગાઇડલાઇનનુ સંપુર્ણ પાલન કરવાના હોય જેથી સભા અંગે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આજે દિલ્હી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થઈ હોય, તેમજ હાલમાં ગુજરાતમાં આચારસંહીતા અમલમાં હોય, આ સભામાં રાજકીય વ્યકિત બીન રાજકીય મંચ ઉપર ભેગા થાય તો આચારસહીતાનો ભંગ થવાની પુરી શકયતા જણાય હોવાથી અને સભામાં આવનાર ખેડુતો કયા કયાથી આવનાર છે તેમજ વાહનો, તેના નંબરોની માહિતી આપવામાં આવી હોવાથી મંજૂરી રદ કરવામાં આવી છે. મંજૂરી રદ કરાયા અંગે ગુજરાત કિશાન સંઘર્ષ સમિતીના આગેવાનો ને રૂબરૂ બોલાવી પોલીસે મંજૂરી રદ કરાઈ હોવાની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં 3000થી 5000 ખેડૂતો હાજર રહેવાના હોવાનો દાવો કરાયો હતો. અને અગાઉ આજે મંજૂરી મળી હોવાથી તમામ તૈયારીઓ પણ કરાઈ છે. જો આવતીકાલે ખેડુતો ભેગા થશે તો અટકાયત પણ થઈ શકે છે. આ ઉપરાંત પોલીસ અગાઉથી આગેવાનોને નજર કેદ કે અટકાયતમાં લઇ લે તેવી પણ સંભાવના છે.


Related News

Loading...
Advertisement