ગુજરાતમાં આજે કોરોના નવા 380 કેસો, 600થી વધુ દર્દીઓ સાજા થયા

26 January 2021 08:05 PM
Gujarat
  • ગુજરાતમાં આજે કોરોના નવા 380 કેસો, 600થી વધુ દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના વાઈરસથી મોત, મૃત્યુઆંક 4,381 થયો, રિકવરી રેટ 96.74 ટકા

રાજકોટ, તા.26
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો યથાવત છે. આજે 400થી પણ ઓછા કેસો નોંધાયા છે જ્યારે 600થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 96.74 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 4,086 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 380 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે 637 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,51,400 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 45 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 4,041 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,381 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,59,867 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 89, વડોદરા 85, સુરત 81, રાજકોટ 48, ગાંધીનગર 9, જૂનાગઢ 7, આણંદ 6, ભરૂચ - ખેડા - કચ્છ - ભાવનગર 5, મહેસાણા - સાબરકાંઠા - જામનગર 4, અમરેલી - દાહોદ - ગીર સોમનાથ - મોરબી - પંચમહાલ 3, દેવભૂમિ દ્વારકા - પાટણ 2, બનાસકાંઠા - નર્મદા - સુરેન્દ્રનગર - તાપી - 1.


Related News

Loading...
Advertisement