દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર

26 January 2021 07:48 PM
India
  • દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર
  • દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર
  • દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર
  • દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર
  • દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર
  • દિલ્હીમાં પેરામિલેટ્રીના 1500 જવાનો ઉતારાયા : ખેડૂત નેતાનો આક્ષેપ પોલીસે ટ્રેક્ટરોમાં તોડફોડ કરી, આંદોલન તોડવા ષડ્યંત્ર

● 18 પોલીસકર્મી ઘાયલ, એકની હાલત ગંભીર : દિલ્હી પોલીસ ● પોલીસ અને સરકાર સંપૂર્ણ નિષ્ફળ, ખેડૂતો આ ષડયંત્રથી ડરતા નથી, આંદોલન ચાલુ રહેશે : નરેશ ટીકૈત

નવી દિલ્હીઃ
કેન્દ્રની મોદી સરકારે લાવેલા નવા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે રાજધાની દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ યોજી, સવારથી જ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. ખેડૂતોએ શેડ્યૂલ પહેલાં જ તેમની કૂચ શરૂ કરી દીધી દરમિયાન હિંસા અને તોડફોડનો થઈ, જેમાં જાહેર સંપત્તિને મોટું નુકસાન થયું છે અને ઘણા પોલીસ જવાન ઘાયલ થયા છે. પોલીસે આંદોલનકારીઓને અપીલ કરી છે કે તેઓ હિંસાનો રસ્તો છોડે અને શાંતિ રાખે અને તેઓએ નક્કી કરેલા માર્ગે પાછા આવે. દિલ્હીના ખેડૂત હિંસામાં ઘાયલ થયેલા દિલ્હી પોલીસ કર્મચારીઓમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

દિલ્હીમાં હિંસા બાદ ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સીઆરપીએફની 10 કંપનીઓને તૈનાત કરવામાં આવશે. અર્ધલશ્કરી દળની કુલ 15 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. ઉપદ્રવને સંપૂર્ણ તાકાતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આઇટીઓ પર હજુ પણ ઉપદ્રવ કરનારાઓનો કબજો છે. દિલ્હી પોલીસ કમિશનરે આ આદેશો આપ્યા છે.

દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવએ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પેરામિલેટ્રીના પર પંદરસો જવાનોને રસ્તા પર ઉતારવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં આઇટીઓ, નાંગલોઇ અને સિંઘુ બોર્ડર પર હજુ પણ ઉપદ્રવીઓની હાજરી છે.

બીજી તરફ બાગપતમાં ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ચૌધરી નરેશ ટીકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને તોડવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. આટલી સલામતીની વચ્ચે કોઈ લાલ કિલ્લા જેવી સલામત સ્થળે કેવી રીતે પહોંચ્યું. સામાન્ય ખેડૂતો તો દિલ્હી જવાનો રસ્તો પણ જાણતા નથી, ખેડૂતોને ગુમરાહ કરાયા. દિલ્હી પોલીસ અને સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ખેડૂતો આ ષડયંત્રથી ડરતા નથી, આંદોલન ચાલુ રહેશે. આંદોલનમાં પોલીસની ગોળીથી શહીદ થયેલા ખેડૂતને એક કરોડથી વધુ વળતર મળવું જોઈએ. કેન્દ્ર સરકારે ખેડુતોની સંપત્તિના નુકસાનની ભરપાઇ કરવી જોઈએ. પોલીસે ખેડૂતોના ટ્રેકટરોમાં તોડફોડ કરી છે. ખેડૂત આંદોલન સામે સંપૂર્ણ કાવતરું ઘડવામાં આવ્યું છે.

સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખે નિવેદન જાહેર કર્યું

સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ ચૌધરી નરેશ ટીકૈતે એક નિવેદન પણ જાહેર કર્યું, જેમાં જણાવાયું છે કે, સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર આજે 26 મી જાન્યુઆરી 2021 ના ​​રોજ, પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડમાં ભાગ લેનાર તમામ ખેડૂત ભાઈઓનો હાર્દિક આભાર. પરેડ દરમિયાન, કેટલાક અનિચ્છનીય તત્વો જેમણે અનુચિત ઘટનાઓ આચરી છે તેની નિંદા કરૂ છું અને બનેલી ઘટનાઓ પર દિલગીર છું. પરંતુ યુનિયન આ આખી ઘટના માટે દિલ્હી પોલીસ-પ્રશાસનને દોષી ઠેરવે છે. જે ટ્રેક્ટર રૂટ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો, તે જ રૂટ પર ટ્રેક્ટર કૂચ શરૂ થઈ હતી પરંતુ ચિહ્નિત જગ્યાઓ પર બાધા ન લગાવતા કિસાન યાત્રાને મૂંઝવણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. આના પરિણામે ટ્રેક્ટર સવાર દિલ્હી તરફ આગળ ભટક્યા. પરિણામે, અનિચ્છનીય તત્વો અને કેટલાક સંગઠનોને તક મળી અને આ યાત્રાને વિક્ષેપિત કરવાનો પ્રયત્ન કર્યો. યુનિયન આ કૃત્યમાં સામેલ લોકોથી પોતાને અલગ પાડે છે. ખેડૂત સંઘ હંમેશા શાંતિપૂર્ણ આંદોલનમાં માને છે.

◆ હિંસા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે હિંસા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જો કોઈને ઈજા થાય તો નુકસાન આપણા દેશનું થશે. તેમણે ફરી સરકારને અપીલ કરી છે કે દેશના હિત માટે કૃષિ વિરોધી કાયદાઓને પાછા ખેંચી લો.

◆ અસામાજિક તત્વો શાંતિપૂર્ણ આંદોલનમાં ઘુસણખોરી કરી: સંયુક્ત કિસાન મોરચા

સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે અમારા તમામ પ્રયત્નો છતાં કેટલીક સંગઠનો અને વ્યક્તિઓએ રૂટનું ઉલ્લંઘન કરવાનું દૂષિત કૃત્ય કર્યું છે. અસામાજિક તત્વોએ શાંતિપૂર્ણ આંદોલનમાં ઘુસણખોરી કરી. અમે હંમેશાં માન્યું છે કે શાંતિ આપણી સૌથી મોટી તાકાત છે અને કોઈપણ ઉલ્લંઘનથી આંદોલનને નુકસાન થશે.

◆ દિલ્હી પોલીસ આઇટીઓ ખાલી કરાવી રહી છે

દિલ્હી પોલીસ હવે આઇટીઓને ખાલી કરી રહી છે. આઇટીઓ ઉપર ટ્રેક્ટર પલટી જવાથી સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતના મૃતદેહને પણ લઈ જવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે આ અકસ્માત બાદથી જ ખેડૂતો આઈટીઓ પર ધરણાં કરી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement