દેશમાં કોરોનાની કમર તૂટી, સાત માસ બાદ પ્રથમ વખત નવા કેસો 10 હજારથી ઓછા થયા

26 January 2021 01:04 PM
India
  • દેશમાં કોરોનાની કમર તૂટી, સાત માસ બાદ પ્રથમ વખત નવા કેસો 10 હજારથી ઓછા થયા

છેલ્લા 24 કલાકમાં 9,102 નવા કેસ : 117ના મોત, 15,901 દર્દી સાજા થયા : અત્યાર સુધીમાં 20.23 લાખ લોકોને રસી અપાઇ

નવી દિલ્હી તા.26
દેશમાં કોરોના સંક્રમણની કમર તુટી ગઇ છે. દિન પ્રતિદિન કોરોનાના કેસો ઘટી રહ્યા છે. દેશમાં સાત મહિના બાદ પ્રથમ વખત નવા કેસોની સંખ્યા 10 હજારથી પણ ઓછી નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં 9,102 કેસો સપાટી પર આવ્યા છે. જયારે 117 દર્દીના મોત થયા છે. 15,901 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,76,838 થઇ છે અને મૃત્યુઆંક 1,53,587 થયો છે અને 1,03,45,98પ દર્દી અત્યાર સુધીમાં સાજા થયા છે. હાલ દેશમાં 1,77,266 સક્રિય કેસ છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ 2પ જાન્યુઆરી સુધીમાં કુલ 19,30,62,694 ટેસ્ટ થયા છે. સોમવારે 7,2પ,577 ટેસ્ટ થયા હતાં. દેશમાં વેકસીનેશનના પ્રારંભથી અત્યાર સુધીમાં 20,23,809 લોકોને રસી અપાઇ છે.


Related News

Loading...
Advertisement