રાજકોટ તા.26
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો અને મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિક ભક્તોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.
ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા ખોડલધામ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાધે રાધે ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભાવિકોએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મંદિરોના ઈતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ખોડલધામ વિશ્વનું પહેલી મંદિર છે કે જ્યાં ધર્મ ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.