નવી દિલ્હી, તા. 26
દિલ્હીમાં આજે શરૂ થયેલી ટ્રેકટર રેલીમાં આવી રહેલા ટ્રેકટરને ડિઝલ નહીં આપવા માટે પંજાબ, હરીયાણા અને દિલ્હીના માર્ગો પરના પેટ્રોલ પંપને ખાસ સુચના આપવામાં આવી છે. પ્રસાશને એક આદેશમાં પેટ્રોલ પંપોને ટ્રેકટર અથવા કેરબા કે અન્યમાં ડિઝલ નહીં આપવા માટે સુચના આપવામાં આવી છે. આજે રાત સુધી આ અમલમાં રહેશે. પેટ્રોલ પંપો પર આ પ્રકારના બોર્ડ પણ ચીપકાવી દેવામાં આવ્યા છે. જોકે આ રેલી પૂર્વે જ આયોજકોને અંદાજ આવી ગયો હોવાથી ઠેર ઠેર માર્ગો પર ડિઝલ માટેની વ્યવસ્થા કરી દીધી છે. અને ખાસ ડિઝલ ભરેલા ટેન્કરો માર્ગ ઉપર ઉભા રાખી દેવામાં આવ્યા છે અને તેમાં ઓટોમેટીક મશીનરીથી ડિઝલ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ મેટ્રો રેલમાં ખેડુત આંદોલનના સમર્થકોએ પ્લેમ્ફલેટ વહેચ્યા હતા. જેમાં ખેડુત રેલીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી.