પ્રજાસતાક પર્વની ‘શાન’ પુર્વક ઉજવણી: સૈન્ય તાકાતનું પ્રદર્શન

26 January 2021 12:53 PM
India
  • પ્રજાસતાક પર્વની ‘શાન’ પુર્વક ઉજવણી: સૈન્ય તાકાતનું પ્રદર્શન

રાજપથ ખાતે ભવ્ય પરેડ: પ્રથમ વખત રાફેલ સહિત સૈન્ય તાકાત રજુ :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ:ગુજરાતના સૂર્યમંદિરના ટેબ્લો સહિત દેશભરના જુદા-જુદા સાંસ્કૃતિક વારસાઓનું પ્રદર્શન

નવી દિલ્હી તા.26
ભારતના 72માં પ્રજાસતાક પર્વે પાટનગર દિલ્હીમાં આન-બાન અને શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપરાંત દેશની સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત રાફેલ યુદ્ધ વિમાન ઉપરાંત ટી90 ટેન્ક, રામવિજય ઈલેકટ્રોનીક યુદ્ધ પ્રણાલી, સુખોઈ-30, એમકેઆઈ યુદ્ધ વિમાનોના પ્રદર્શન સાથે સૈન્ય બાકાત પણ દર્શાવવામાં આવી હતી.


સમગ્ર દેશમાં આજે ઉત્સાહ અને ઉમંગ સાથે 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાજપથ પર આયોજીત પરેડમાં સાંસ્કૃતિક વારસા તથા સૈન્ય તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ સહિતના મહાનુભાવો દેશના રાષ્ટ્રીયપર્વની ઉજવણીમાં મૌજૂદ રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન ગુંજયુ હતું અને 21 તોપની સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ પરેડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


ભારતીય ગણતંત્ર દિવસમાં આ વખતે કોઈ વિદેશી મહેમાન ન હતા. કોરોના કાળને કારણે બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોનસને કાર્યક્રમ રદ કરી નાંખ્યો હતો. ગણતંત્ર દિવસની પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સૌપ્રથમ લડાખની સાંસ્કૃતિક ઝલક દર્શાવવામાં આવી હતી. ગુજરાતના સૂર્યમંદિર સિવાય અન્ય તમામ રાજયોના ટેબલો દર્શાવીને સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
બ્લેટ કેટ કમાંડો એવી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ટુકડીઓની માર્ચ તથા મોટર સાયકલ પરના જવાનોના સ્ટંટથી ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા.


પરેડમાં ભારતની સૈન્ય તાકાતનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાયુસેનાના વિમાનોએ શાનથી આકાશમાં ગર્જના સર્જી હતી. ઉપરાંત વાયુસેના બેન્ડના નાદ ગુંજયા હતા.સૈન્ય તાકાતનો પરિચય આપવા માટે પ્રથમ વખત રાફેલ વિમાનોને પરેડમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે જ ભારતે અત્યાધુનિક રાફેલ યુદ્ધ વિમાનો ફ્રાંસ પાસેથી મેળવ્યા હતા. આ સિવાય ટી90 ટેન્ક, ઈલેકટ્રોનીક યુદ્ધ પ્રણાલી સુખોઈ વિમાનોને પણ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય ભૂમિદળ દ્વારા ટી90 ભીષ્મ ટેન્ક, ઈનફૈન્ટ્રી કોમ્બેટ વાહન બીએમપી- દોસરથ, બ્રસોસ મિસાઈલની મોબાઈલ પ્રક્ષેપણ પ્રણાલી, રોકેટ સીસ્ટમ પિનાકા વગેરેની તાકાત પણ રજુ કરી હતી. સીસ્ટમ પિનાકા વગેરેની તાકાત પણ રજુ કરી હતી. નૌકાદળ દ્વારા આઈએસ વિક્રાંત તથા 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધ વખતના અભિયાનની ઝલક પેશ કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસની પરેડમાં એનએસજી દળ પણ સામેલ હતી. પ્રથમ વખત ત્રણ મહિલા ફાઈટર પાયલોટ પરેડનું આકર્ષણ બની હતી.


Related News

Loading...
Advertisement