અમને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફટમાં જવાની અનુમતી નહોતી આપવામાં આવી : અશ્વિન

26 January 2021 12:01 PM
Sports
  • અમને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ સાથે લિફટમાં જવાની અનુમતી નહોતી આપવામાં આવી : અશ્વિન

નવી દિલ્હી :
બોર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ટીમ ઇન્ડીયા સાથે અનેક વાર ગેરવર્તણુક કરવામાં આવી હોવાના કીસ્સા બન્યા હતા અને હવે રવિચંદ્રન અશ્વિને અન્ય એક વાતનો ખુલાસો કરતા કહયુ કે ઇન્ડીયન પ્લેયર્સને સિડની ટેસ્ટ વખતે ઓસ્ટ્રેલીયન પ્લેયર્સ સાથે લીફટમાં જવાની અનુમતી આપવામાં નહોતી આવી.


ફીલ્ડિંગ-કોચ આર. શ્રીધર સાથે યુટયુબ વીડીયો-ચેટમાંં વાત કરતાંં અશ્વિને કહયુ કે ‘અમે સિડની પહોંચ્યા એટલે તેમણે અમને એકદમ કડક નીયમમાં બાંધી દીધા હતા. સિડનીમાં કેટલીક વાર તો અજીબ ઘટના બની હતી જે ખરેખર આશ્ચર્યજનક બબલમાં હતા. પણ જયારે ઓસ્ટ્રેલીયન પ્લેયર લીફટમાં હોય ત્યારે તેઓ ઇન્ડીયન પ્લેયર્સને જવાની અનુમતી નહોતા આપતા. ખરેખર અમને એ વખતે ઘણુ ખરાબ લાગતુ હતુ. અમે એક જ બબલમાં હતા છતાં તેમ બીજી વ્યકિત સાથે જગ્યા કે લીફટ શેર ન કરી શકો એ વાત હજમ કરવી અઘરી હતી. અમે એક જ બબલમાં રહીને જગ્યા અને લીફટ શેર કરી શકતા નહોતા.’


Related News

Loading...
Advertisement