ચેતેશ્વર ઈંગ્લેન્ડના સ્પીનર સામે ક્રિઝ બહાર આવીને હવામાં શોટ રમશે તો અડધી મુંછ મુંડાવી દઈશ: અશ્વિનનો પડકાર

26 January 2021 11:59 AM
Sports Top News
  • ચેતેશ્વર ઈંગ્લેન્ડના સ્પીનર સામે ક્રિઝ બહાર આવીને હવામાં શોટ રમશે તો અડધી મુંછ મુંડાવી દઈશ: અશ્વિનનો પડકાર

ટીમ ઈન્ડીયાના વનડાઉન બેટસમેન સામાન્ય રીતે જે શોટ રમતો નથી તે રમવા માટે અનોખી ચેલેન્જ મળી

મુંબઈ તા.26
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે જબરી કમાલ બતાવ્યા બાદ હવે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ક્રિકેટ શ્રેણી પર સૌની નજર છે અને ખાસ કરીને ટીમ ઈન્ડીયાએ જે રીતે વિશ્વની શ્રેષ્ઠ ટીમને પરાજીત કરી છે તેથી ઘરેલુ પીચ પર ઈંગ્લેન્ડ સામે વધુ સારા દેખાવની અપેક્ષા રખાય છે તે વચ્ચે ટીમ ઈન્ડીયા સ્ટ્રાઈક સ્પીનર આર.અશ્વિને ટીમના ધ વોલ તરીકે જાણીતા બનેલા બેટસમેન ચેતેશ્વર પુજારાને એક રસપ્રદ ચેલેન્જ આપી છે. પોતાની વાતને અલગ અંદાજથી રજુ કરવા માટે જાણીતા આર.અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેના અંતિમ ટેસ્ટ મેચમાં પુજારાએ બોડીલાઈન બોલીંગનો પણ સામનો કરીને ટીમના વિજયનો પાયો નાંખ્યો હતો. અશ્વિનનું કહેવું છે કે ચેતેશ્વર હવામાં શોટ લગાવે તેવું બહુ ઓછુ જોવા મળે છે અને તેણે ચેલેન્જ કરી છે કે જો પુજારા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્પીનર સામે આગળ વધીને હવામાં શોટ રમીને સૌને ખુશ કરી દેશે તો પોતાની અર્ધી મુછ મુંડાવી દેશે.


પુજારા સામાન્ય રીતે ઓફ સ્પીનરની સામે હવામાં શોટ લગાવતો નથી. આ અંગે ટીમ ઈન્ડીયાના કોચ વિક્રમ રાઠોડ સાથે આર.અશ્વિન વાતચીત કરી રહ્યો હતો અને કોચે કહ્યું કે મે પુજારા સાથે આ વાત કરી છે. પરંતુ પુજારા આ પ્રકારના શોટ સામાન્ય રીતે રમતો નથી ત્યારે અશ્વિને મજાકના સ્વરમાં કહ્યું કે જો પુજારા ઈંગ્લેન્ડ સામે મોઈનઅલી કે કોઈપણ સ્પીનરની બોલીંગમાં ક્રીઝ બહાર નીકળીને હવામાં શોટ રમે અને સૌને ખુશ કરી દે તો તે પોતાની અર્ધી મુછ મુંડાવી દેશે અને અર્ધી મુંછ સાથે જ તે રમશે. બેટીંગ કોચ રાઠોડે કહ્યું કે આ ખરેખર મજેદાર પડકાર છે અને હું માનું છું કે પુજારા તે ઉપાડી લેશે.


Related News

Loading...
Advertisement