મુંબઈ તા.26
દેશમાં શેરબજારમાં નવી રેકોર્ડ ઉંચાઈ તથા આઈપીઓમાં પણ થઈ રહેલા જંગી રોકાણમાં બેનામી નાણા પણ ઠલવાઈ રહ્યા હોવાના સંકેત પછી રીઝર્વ બેન્ક સાબદી થઈ ગઈ છે અને ખાસ કરીને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ કે શેડો બેન્કીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના મારફત આઈપીઓમાં થતા રોકાણ પર એક મર્યાદા મુકવાની તૈયારી કરી છે. આઈપીઓમાં હાલ અનેક ઈશ્યુ અંદાજ કરતા વધુ અનેકગણા છલકાયા છે અને ખાસ કરીને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીના ધિરાણ મારફત વ્યક્તિગત રોકાણકારો પણ વધી ગયા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા હાલમાં નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ માટે જે એક નવી ગાઈડલાઈન સાથેનો ડ્રાફટ તૈયાર કરાયો છે તેમાં એનબીએફસી કોઈપણ વ્યક્તિને આઈપીઓ માટે રૂા.1 કરોડ સુધીનું ફાયનાન્સ કરી શકે તેવી મર્યાદા મુકવાની તૈયારી છે. હાલ પ્રાયમરી માર્કેટમાં જે પ્રકારે નવો ઉછાળો આવ્યો છે તેમાં બજાજ ફાઈનાન્સ, આદીત્ય બિરલા ફાયનાન્સ, મોતીલાલ ઓસ્વાલ, આઈઆઈએફએલ વેલ્થ સહિતની કંપનીઓ દેશનાં ધનવાન કે જેને હાઈ નેટવર્થ ઈન્ડીવિઝયુઅલ તરીકે ઓળખવામાં આવે છે તેમને આ શેડો બેન્કીંગ દ્વારા મોટી બેન્કીંગનું ધિરાણ કરવામાં આવ્યું હોય તેવા સંકેતો મળ્યા છે. બર્ગર કીંગથી હેપીએસ માઈન્ડ ઉપરાંત ગ્લાન્ડ ફાર્મા અને રાઉત મોબાઈલ ઈન્ડીગો પેઈન્ટસ સહિતના આઈપીઓમાં મોટુ રોકાણ થયુ છે. જેમાં કોક સમયે મોટુ જોખમ સર્જાય તેવી ધારણા છે. ખાસ કરીને લીસ્ટીંગ સમયે એસબીઆઈ જે રીતે 13%ના ડીસ્કાઉન્ટમાં લીસ્ટીંગ થયો તે એક સબક બની ગયો હતો. એનબીએફસી આ પ્રકારના ભંડોળ કોમર્સીયલ પેપર સહિતના માર્ગે મેળવે છે. પરંતુ તેમાં મોટા પ્રમાણે ગેરરીતિ થવાની ધારણા હોઈ શકે છે. મીસીસ બેકટર ફૂડ અને ગ્લાન્ડ ફાર્મા આઈપીઓમાં એનબીએફસીએ વ્યક્તિગત લોકોને રૂા.40 હજાર કરોડનું ધિરાણ કર્યુ હતું.