નવી દિલ્હી તા.25
દિલ્હી હાઈકોર્ટમાં વોટસએપની નવી પ્રાઈવસી પોલીસીને લઈ થયેલીસુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડીશ્નલ સોલીસીટર જનરલ ચેતન શર્માએ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વોટસએપ દ્વારા કરવા આવી રહેલ ભારતીય અને યુરોપીય યુઝર્સમાં ભેદભાવ ચિંતાની વાત છે.
કેન્દ્ર સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે એ પણ ચિંતાની વાત છે કે વોટસએપ પર ઈન્ડીયન યુઝર્સ માટે એક તરફી રીતે પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. શર્માએ જણાવ્યું હતું કે વોટસએપ દ્વારા યુઝર્સને સમજૂતી માટે મજબૂર કરવાથી તેનો સામાજીક પ્રભાવ પડી શકેં છે.