શેરબજારમાં ફરી 500 પોઈન્ટનો કડાકો

25 January 2021 06:13 PM
Business
  • શેરબજારમાં ફરી 500 પોઈન્ટનો કડાકો

શરૂઆત તેજીમાં થયા બાદ સરહદે ઝપાઝપીથી ગભરાટભરી વેચવાલી: રીલાયન્સ 100 રૂપિયા તૂટયો

રાજકોટ તા.25
મુંબઈ શેરબજારમાં આજે કડાકો સર્જાયો હતો. ઉઘડતામાં તેજીના ઝોક બાદ સરહદે ભારત-પાક વચ્ચે ટેન્શન સર્જાતા ગભરાટ સર્જાયો હતો અને માર્કેટ મંદીમાં ઘસી પડયુ હતું. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. વિશ્ર્વ બજારમાં પ્રોત્સાહક વલણ તથા જાણીતી કોર્પોરેટ કંપનીઓનાં સારા પરીણામોની સારી અસર હતી. આ તકે સિકકીમ સરહદે ભારત-ચીનનાં સૈનિકો બાખડયા હોવાનું અને નવેસરથી ટેન્શન ઉભુ થયાના સમાચાર આવતા ગભરાટ સર્જાયો હતો.ધડાધડ માલ ફુંકાવા લાગતા માર્કેટ રેડ ઝોનમાં ઘસી પડયુ હતું. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ચીન સરહદે ટેન્શન ઉપરાંત કાલે પ્રજાસતાક પર્વે ખેડુતોની ટ્રેકટર પરેડમાં પણ ઘર્ષણ થવાની આશંકા જેવા કારણોથી માનસ સાવચેતીનું બની ગયુ હતું. વેચવાલીનો મારો શરૂ થઈ ગયો હતો. નવી લેવાલી અટકી પડી હતી. પરીણામે બજાર ધડાધડ નીચે સરકવા લાગ્યુ હતું.


શેરબજારમાં આજે ફાર્મા તથા અમુક બેંક શેરોને બાદ કરતાં મોટાભાગનાં શેરોમાં ગાબડા હતા. ગ્રાસીમ, સીપ્લા, હીરો મોટો, સન ફાર્મા, ટીસીએસ, એકસીસ બેંક, બજાજ ઓટો, બજાજ ફીન સર્વીસ, ભારતી એરટેલ, ડો.રેડીમાં સુધારો હતો. રીલાયન્સ 100 રૂપિયાથી વધુ ગગડયો હતો. ઈન્ડૂસઈન્ડ બેંક, એશીયન પેઈન્ટસ, આઈશર મોટર્સ, ટેલ્કો, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, વોડાફોન, યશ બેંક, પીએનબી, એચસીએલ ટેકનો, કોટક બેંક, નેસલે વગેરેમાં ગાબડા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટ ગગડીને 48368 સાંપડયો હતો. જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 129 પોઈન્ટ ગગડીને 14259 સાંપડયો હતો.


Related News

Loading...
Advertisement