મને મુખ્યમંત્રીપદેથી અધવચ્ચેથી જ હટાવાઈ શકે: નિતિશકુમારનો ગર્ભિત ઈશારો

25 January 2021 04:57 PM
India Politics
  • મને મુખ્યમંત્રીપદેથી અધવચ્ચેથી જ હટાવાઈ શકે: નિતિશકુમારનો ગર્ભિત ઈશારો

પટણા તા.25
બિહારમાં ભાજપ સાથે ગઠબંધન સરકાર ચલાવી રહેલા મુખ્યમંત્રી નીતિશકુમારને એવી શંકા છે કે કાર્યકાળમાં અધવચ્ચે જ કદાચ ખુરશી છોડવી પડશે.તેઓએ એક જાહેર કાર્યક્રમમાં ગર્ભિત ઈશારો કરતા તેઓએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પુરી ઠાકુર સાથે અન્યાય શૂં કામ થયો હતો? તેઓએ અત્યંત પછાત વર્ગને અનામતનો લાભ આપ્યો હતો. નારાજ વર્ગે બે સપ્તાહમાં જ તેમને હટાવી દીધા હતા. અમે પણ લોકહીતના કામો કરીએ છીએ અને તમામનાં હિતોની રક્ષા કરવા જતા કેટલોક વર્ગ નારાજ થઈ જાય છે. કોઈની પણ ઉપેક્ષા કરવામાં આવી નથી. રાજયને સતત વિકાસનાં માર્ગે આગળ ધપાવવાનાં કામ ઉઠાવવામાં આવી રહ્યા છે.નીતિશકુમારે કહ્યું કે કેટલાંક લોકોને તો માત્ર સતાભુખ જ હોય છે.અમારા માટે સતા માત્ર સેવાકાર્ય જ છે અને સમાજ સેવા જ ધર્મ છે. જયાં સુધી પોતે સતા પર છે ત્યાં સુધી સેવા કરતા રહેશે સરકારની નીતીઓનો તમામ વર્ગને સમાન લાભ મળશે.


Related News

Loading...
Advertisement