શિવધામ સોસાયટીમાં મહિલાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

25 January 2021 04:09 PM
Rajkot
  • શિવધામ સોસાયટીમાં મહિલાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

રાજકોટ તા.25
કોઠારીયારોડ પર રણુજા મંદિરની સામે શિવધામ સોસાયટીમાં રહેતા મહિલાએ બિમારીથી કંટાળી કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફ જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રણુજા મંદિરની સામે શીવધામ સોસાયટી શેરી નં.2માં રહેતા રીનાબેન સંજયભાઈ પોરીયા (ઉ.વ.42) નામના મહિલાએ તા.20/1નાં રોજ પોતાના ઘરે શ્ર્વાસની બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાતે જ સળગી જતાં તેને હોસ્પીટલે ખસેડવામાં આવતાં સારવારમાં મોત નીપજયું હતું. રીનાબેનનાં પતિ કડીયાકામ કરે છે. લગ્નને 22 વર્ષ થયા છે તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. રીનાબેનનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.


Related News

Loading...
Advertisement