રોણકીના જમીન કૌભાંડમાં એક આરોપીનો જામીન પર છૂટકારો

25 January 2021 04:08 PM
Rajkot Crime
  • રોણકીના જમીન કૌભાંડમાં એક આરોપીનો જામીન પર છૂટકારો

બોગસ દસ્તાવેજોના આધારે ખેતીની જમીન વેચી નાખ્યાના ગૂનામાં ધરપકડ થઇ’તી

રાજકોટ તા. 25 : રોણકી ગામની કિમતી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજના આધારે કૌભાંડ આચરવામાં મદદગારી કરનાર શખ્સને અદાલતે જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ રોણકી ગામે રહેતા રમેશભાઇ બાબુભાઇ પરસાણાની ખેતીની કરોડોની જમીનના બોગસ કુલમુખત્યારનામાના આધારે દસ્તાવેજ કરી કૌભાંડ આચરવાના ગુનામાં સાક્ષી તરીકે સહી કર્યાના ગુનામાં પ્રધ્યુમનસિંહ નવલસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવતા તપાસ પુર્ણ થતા જામીન અરજી કરતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષની લેખીત-મૌખીક દલીલ અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા ધ્યાને લઇ ન્યાયધીશે આરોપી પ્રધ્યુમનસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરી છે.બચાવપક્ષે એડવોકેટ તરીકે સંજય ડાંગર અને વિજયભાઇ રોકાયા હતા.


Related News

Loading...
Advertisement