બહુમાળી ભવનમાં GST અધિકારી લાંચ લેતા ઝબ્બે

25 January 2021 04:02 PM
Rajkot Crime
  • બહુમાળી ભવનમાં GST અધિકારી લાંચ લેતા ઝબ્બે

મનોજ મદાણી ઉર્ફે ‘ડોકટર’ તરીકે જાણીતા ઇન્ચાર્જ સી.ટી.ઓ.એ રૂા. 9.70 લાખનાં રીફન્ડનાં કેસમાં રૂા. ર0 હજારની લાંચ માંગી હતી : બપોરે એક વાગ્યે એસીબીએ સફળ ટ્રેપ કરી લાંચની રકમ સાથે મદાણીને ઝડપી લેતા ફફડાટ

રાજકોટ, તા. 25
રાજકોટનાં બહુમાળી ભવન સ્થિત જી.એસ.ટી. વિભાગ-10નો એક અધિકારી આજરોજ બપોરે બહુમાળી ભવન ખાતે આવેલી તેની કચેરીમાં જ રીફન્ડનાં એક કેસમાં લાંચ લેતા એસીબીનાં હાથે રંગે હાથ ઝડપાતા બહુમાળી ભવનની તપાસ જીએસટી કચેરીઓનાં કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટની લાગણી સાથે ચકચાર મચી જવા પામી હતી.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ એસીબીના પી.આઇ. સરવૈયાને રાજકોટની એક ખાનગી પેઢી દ્વારા ફરીયાદ કરાઇ હતી. જે અનુસંધાને આજે બપોરે 1 કલાકની આસપાસ પી.આઇ. સરવૈયા અને તેની ટીમ રાજકોટ બહુમાળી ભવનમાં ચોથા માળે આવેલી જીએસટીનાં ઘટક-4ના યુનિટ નં.9ર કચેરીમાં ત્રાટકયા હતા અને ઇન્ચાર્જ સી.ટી.ઓ (ઇન્ચાર્જ રાજય વેરા અધિકારી વર્ગ-2) મનોજ મનસુખ મદાણી (ઉ.વ.49)ને રીફન્ડના કેસમાં માંગેલી રૂા. ર0 હજારની લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી લીધો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે વેટ ઓડીટ આકારણીનાં વર્ષ 2016-17ના કેસમાં ફરીયાદી પેઢીને રૂા.9.70 લાખનું રીફન્ડ લેવાનું થતું હતું. આ રીફન્ડ ઓર્ડર લેવા માટે ઇન્ચાર્જ સી.ટી.ઓ. મદાણીએ રૂા. ર0 હજારની લાંચ માંગી હતી અને આ લાંચની રકમ આજે લીધા બાદ મદાણી બપોરે 1 વાગ્યે બહુમાળી ભવનની જીએસટી કચેરીનાં ચોથા માળે રંગે હાથે ઝડપાઇ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જીએસટી વિભાગ-10માં ઉર્ફે ‘ડોકટર’ તરીકે ઓળખાતો મનોજ મદાણી છેલ્લા છ માસ કરતા વધુ સમયથી બહુમાળી ભવનનાં ચોથા માળે આવેલ જીએસટીની ઘટક-4ની કચેરીમાં રાજય વેરા અધિકારી વર્ગ -4ના ચાર્જમાં હતો અને રાજકોટની જ એક પેઢી પાસેથી વેટના વર્ષ ર016-17નાં આકારણીનાં કેસમાં ફરીયાદી પેઢીને રૂા. 9.70 લાખનું રીફન્ડ લેવાનું થતું હતું તેનો ઓર્ડર આપવા માટે રૂા. ર0 હજાર માંગ્યા હતા. આ લાંચ આજે બપોરે સ્વીકારતા તે બહુમાળીમાં રંગે હાથ ઝડપાઇ ગયો હતો. એસીબીએ મનસુખ મનોજ મદાણીને ઝડપી લઇ તેની ચોથા માળની ચેમ્બરને સીલ કરી દીધી હતી.દરમ્યાન આ અંગે રાજકોટ જીએસટી વિભાગ 10નાં જે.સી. વી.ડી.ત્રિવેદીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે એસીબીનો રીપોર્ટ આવ્યા બાદ ઇન્ચાર્જ સીટીઓ મદાણીને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાશે.


Related News

Loading...
Advertisement