રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વધુ ત્રણ દર્દીઓને કોરોનાએ ભરખી લીધા

25 January 2021 03:56 PM
Rajkot
  • રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વધુ ત્રણ દર્દીઓને કોરોનાએ ભરખી લીધા

વધુ 655 એન્ટીજન ટેસ્ટ : 88 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત : ખાનગી-સરકારી હોસ્પિટલમાં 2365 બેડ ખાલી : 108 હેલ્પ લાઇન કોલમાં વધારો

રાજકોટ તા. 25 : સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીન રસીકરણ સાથે કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ સીવાય અન્ય જીલ્લાઓમાં મૃત્યુઆંક નીલ છે. ત્યારે આજે રાજકોટ જીલ્લામાં બીજા દીવસે વધુ ત્રણ દર્દીના મોત જાહેર થયેલ છે.આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટીનમાં આજે વધુ ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત જાહેર થયા છે. ગઇકાલે ત્રણ દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ રીપોર્ટ નીલ આપ્યો છે.આરોગ્ય વીભાગની સર્વેલન્સ કામગીરીમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા 77 કેસ નોંધાયા હતા. 46 ધનવંતરી રથમાં 115 અને હેલ્પ સેન્ટરની ઓપીડીમાં 68 કેસ નોંધાયા હતા.


104 હેલ્પ લાઇનમાં 7 અને 108 હેલ્પ લાઇનમાં 37 કોલ્સ નોંધાયા હતા. આરોગ્ય વીભાગે જેતલસર, જામ કંડોરણા, ખામટા, ગઢકા વીસ્તારો કવર કર્યા છે. 46 ટેસ્ટીંગ વાહનોમાં 655 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. ખાનગી સરકારી હોસ્પીટલમાં ર36પ બેડ ઉપલબ્ધ છે.જીલ્લામાં 88 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત છે. હવેલી પાસે, જસદણ, રાધાકૃષ્ણ નગર, ગોંડલ, મંદીર પાસે, તરઘડીયા તા. રાજકોટ, એએમટી પ્રા.લી. પાસે, ભુણાવા, બાપુની વાડી, જેતપુર, સયારા શેરી, જમનાવડ તા. ધોરાજી નો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement