ગાંધીનગર, તા.25
લોકરક્ષકદળ ભરતી પ્રક્રિયા મામલે છેલ્લા ત્રેવીસ દિવસથી આંદોલન કરતાં ઉમેદવારોની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે. જોકે એલ.આર.ડી ઉમેદવાર છેલ્લા બે દિવસથી અનશન કરતાં હતાં અને સરકારને પ્રશ્નનું નિરાકરણ લાવવા 25 જાન્યુઆરીનું અલ્ટીમેટમ આપ્યું હતું. લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં પુરૂષ ઉમેદવારોની સંખ્યા વધારવાની પ્રબળ માગણીના સમર્થનમાં છેલ્લા 23 દિવસથી એલઆરડી ના ઉમેદવારોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે
જોકે અનેક રજૂઆતો કરી હોવા છતાં રાજ્ય સરકાર તરફથી હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો નહીં હોવાના કારણે એલઆરડી ઉમેદવારો કલાક બે દિવસથી અનશન ઉપર ઉતર્યા છે ત્યારે આજે વિધાનસભા સામે આવેલા સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડન ખાતેની ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ અનશન પર બેસવા જતાં 50 થી વધુ લોક રક્ષક દળની ભરતી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે આ તબક્કે આંદોલનકારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 33 અને 67 ટકાના રેશિયાનો બંધારણીય અમલ કરવો જોઈએ પરંતુ આ સરકાર રજૂઆતોના અંતે પણ અમારી માગણીનો સ્વીકાર નથી પરિણામે લોકરક્ષક દળના પુરુષ ઉમેદવારોને આજદિન સુધી ન્યાય મળ્યો નથી માટે આ લડત ચાલી રહી છે જોકે સરકાર અમારી વેદના નહીં સમજી ને પણ ન્યાય નહીં આપો તો લોકરક્ષક દળના તમામ ઉમેદવારો અંત સુધી લડત ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એલઆરડી ઉમેદવારોએ રાજ્ય સરકારને 25 જાન્યુઆરી સુધી પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું તો બીજી તરફ સરકાર દ્વારા તેમની માગણીઓ અંગે કોઈ વિચાર કરવામાં નહીં આવતા આખરે આજે અપાયેલી ચેતવણીના ભાગરૂપે 50 જેટલા એલઆરડી ઉમેદવારો અનશન પર ઉતરવાના હતા ત્યારે આજે બપોરે ઉમેદવારો ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અચાનક એકઠા થતાં બગીચામાં પોલિસ અને આંદોલનકારીઓ વચ્ચે પકડ દાવનો ખેલ રમાયો હતો. પરિણામે પોલિસે એલઆરડી ઉમેદવારોની અટકાયત કરી છે.અને એલઆરડી ઉમેદવાર સામે જરૂરી કાયદાકીય પગલાં લેશે.