દ્વારકામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

25 January 2021 03:16 PM
Jamnagar
  • દ્વારકામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

જામખંભાળીયા, તા.25
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 399 લોકેશન પર કુલ 657 મતદાન મથકો આવેલા છે. જે માટે 657 બી.એલ.ઓ. અને 71 સેક્ટર ઓફિસરો ફરજ બજાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2021 અંતર્ગત તા.1 જાન્યુઆરીના રોજ જે વ્યક્તિની ઉમર 18 વર્ષ પૂર્ણ થતી હોય, તેવા લોકોના નામ દાખલ કરવા, સુધારા-વધારા અને કમી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં અગાઉ થયેલા કાર્યક્રમોની સરખામણીએ જિલ્લામાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કુલ 36,675 ફોર્મ આવ્યા હતા. જેમાં નવા નામ ઉમેરવા માટેના ફોર્મ નં. 6 ના 23,816 ફોર્મ મળ્યા હતા. આ પૈકી 18-19 ની વયજૂથમાં 10,494 ફોર્મ હતા. જે નવા મતદાર માટે મળેલ ફોર્મ નં.6 ના 37.38 ટકા થાય છે. આ દર્શાવે છે કે યુવા મતદારોએ મોટી સંખ્યામાં પોતાના નામ મતદારયાદીમાં દાખલ કર્યા છે. નામ કમી કરવા કુલ 5309 ફોર્મ આવ્યા હતા. આમ, જિલ્લામાં કુલ 19,188 મતદારોનો ઉમેરો થયો છે. વસ્તીની સામે મતદારો(ઊઙ છફશિંજ્ઞ) પહેલા 68.4 રેશિયો હતો. જે 2.39 ટકા વધીને 70.79 થયો છે. જે ખુબજ સારી બાબત ગણાય છે. વર્ષ 18-19 ના વયજૂથના મતદારો ગયા વર્ષે 0.58 ટકા હતા. તે 1.53 ટકા વધીને 2.11 ટકા થયા છે. જે રાજ્ય કક્ષાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો બીજો ક્રમ આવ્યો છે. આ બાબત જિલ્લા માટે ગૌરવપુર્ણ છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ વસ્તી 8,15,285 છે. જેમાં 4,20,347 પુરુષો અને 3,94,940 સ્ત્રીઓ છે. જે પૈકી નોંધાયેલા મતદારો 5,77,106 છે. જેમાં 2,97,898 પુરુષ તથા 2,79,191 સ્ત્રીઓ તેમજ 17 અન્ય મતદારો છે. હાલમાં કોવિડ-19 ની ગાઈડલાઈનને ધ્યાનમાં લઇ, દર વર્ષની જેમ ઇલેકશન કમીશન ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસ 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ-2021 ની જિલ્લા, તાલુકા કક્ષાએ તથા બુથ કક્ષાએ વર્ચ્યુઅલ ઉજવણી થશે.


Loading...
Advertisement