ભાણવડ તા.25
ભાણવડ વિસ્તારમાં કોરોનાની મહામારીને કારણે બંધ કરેલી રેલ સેવાઓ ફરી શરુ કરવા શહેર ભાજપ દ્વારા માંગણી કરાઈ છે. આ બાબતે સાંસદ પુનમબેન માડમ તેમજ ભાવનગર ડીવીઝનને પણ પત્ર લખી જાણ કરી છે. કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા દેશભરની રેલ સેવા સેવાઓ બંધ કરી હતી. જેના અનુસંધાને ભાણવડ વિસ્તારની રેલ સેવાઓ પણ ગત માર્ચ માસથી બંધ થઈ હતી. હાલમાં કોરોનાની સ્થિતિ થોડી હળવી બની છે, ત્યારે ભાણવડ વિસ્તાર માટે જરૂરી કરી શકાઈ એ માટે પ્રથમ તબકકાની પોરબંદર રાજકોટ, પોરબંદર ભાણવડ કાનાલુસ અને રાત્રે દશ કલાકે ઉપડતી પોરબંદર મુંબઈ વાયા ભાણવડ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન શરુ થઈ એ માટે મુસાફર જનતામાંથી માંગણી થઈ છે.