મુંબઈ: વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્ન થઈ જતાં તેઓ હંમેશ માટે એકમેકનાં બદી ગયા છે. લગ્નના વેન્યુ બહાર પુજારી તેમના અન્ય સાથી સાથે જોવા મળ્યો હતો. તેમની સાથે લગ્ન માટે જરૂરી સાધન સામગ્રી પણ હતી.લગ્ન માટે તેમણે અલીબાગનું ‘ધ મેન્શન હાઉસ’ સિલેકટ કર્યું હતું. આ આલીશાન વિલામાં વરુણ અને નતાશાની ફેમીલી અને ફ્રેન્ડસે પ્રી-વેડીંગ સેલીબ્રેશનમાં ખૂબ ધમાલ મચાવી હતી. વરુણ અને નતાશા સ્કુલ-ફ્રેન્ડસ હતાં. તેમના રિલેશનની ચર્ચા ખૂબ થઈ રહી હતી.
લોકો વરુણને સતત એક જ સવાલ કરતા હતા કે તે લગ્ન કયારે કરશે? આખરે હવે વરુણના ફ્રેન્સની ઈચ્છા પુરી થઈ ગઈ છે. વરુણે તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા સાથે આજીવન સાથ નિભાવવાનું વચન આપ્યું છે. આ વિલામાં મેંદી સેરેમની. સંગીત સેરેમની અને લગ્નની વિધિ પણ કરવામાં આવી હતી. ગઈકાલે લગ્નમાં હાજરી આપવા માટે કરણ જોહર સહિત અનેક સેલીબ્રીટી હાજર રહી હતી. કોરોનાને જોતાં લગ્નમાં માત્ર નજીકનાં લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વરુણે લગ્ન માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ કપડાંમા હતા. વરુણના કેન્સ તેને દુલ્હાના લુકમાં જોવા આતુર થઈ રહ્યા છે. જો કે કપલની પ્રાઈવસીને ધ્યાનમાં રાખતાં જોઈને પણ મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી નથી આપવામાં આવી. આ ન્યુલી મેરિડ કપલને બેસ્ટ વિશિઝ.