સેવાનિવૃત્તિની જરૂરિયાત માટે EPF કાફી નથી

25 January 2021 11:51 AM
Business India
  • સેવાનિવૃત્તિની જરૂરિયાત માટે EPF કાફી નથી

ઈપીએફ પર મળતું રિટર્ન મોંઘવારીને પહોંચી વળવા સક્ષમ ન હોવાનો નિષ્ણાતોનો મત

નવીદિલ્હી, તા.25
જો તમે પગારદાર છો અને તમારો પગારનો એક હિસ્સો કર્મચારી ભવિષ્યનિધિ (ઈપીએફ)માં ફરજિયાત રીતે રોકાણ થઈ રહ્યો હશે પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે સેવાનિવૃત્તિ બાદ ઈપીએફમાં જમા રકમ તમારી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પૂરતી હશે તો તમે ભૂલ કરી રહ્યા છો. આવું એટલા માટે કેમ કે તેના ઉપર મળનારું રિટર્ન મોંઘવારીને હરાવવા માટે પર્યાપ્ત નહીં હોય.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ 2015થી ઈક્વિટીમાં રોકાણ શરૂ કર્યું હતું. પ્રારંભે પાંચ ટકા રકમને ઈક્વિટીમાં લગાવવાની મંજૂરી અપાઈ હતી જેને 2017માં વધારીને 15 ટકા કરી દેવાઈ હતી. ઈપીએફઓ મુખ્ય રીતે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં રોકાણ કરે છે જેમાં સેન્ટ્રલ પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઈઝેસ (સીપીએસઈ) ઈટીએફ અને ભારત 22 એડીએએફ સામેલ છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ઈપીએફઓનું ઈક્વિટીમાં રોકાણ બહુ જ ઓછું છે અને તેનાથી મોંઘવારીને માત આપી શકાય તેમ નથી.


કર્મચારી ભવિષ્યનિધિ કર છૂટ લાભની સાથે સૌથી પસંદગીનું નિવૃત્તિ રોકાણ છે. અત્યારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન 8.5 ટકા વ્યાજદર આપી રહ્યું છે. પાછલા વર્ષે વ્યાજ 8.65 ટકા હતું. એક કર્મચારીએ પ્રતિ મહિને પોતાના મુળ પગારના 12 ટકા ન્યુનત્તમ યોગદાન આપવાનું હોય છે જેને ઈપીએફ હેઠળ સ્વેચ્છાથી વધારી શકાય છે. કર્મચારી ભવિષ્ય નિધિ ઈઈઈ કેટેગરી અંતર્ગત આવે છે જેનો અર્થ નોંધાયેલું વ્યાજ અને મેચ્યોરિટી રકમ ટેક્સ ફ્રી છે.ઈક્વિટી ફંડે 20 વર્ષમાં વાર્ષિક 13 ટકાના દરથી રિટર્ન આપ્યું હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement