રીમોટ વોટીંગ: હવે મતક્ષેત્રથી દૂર રહેલ નાગરિક પણ વોટીંગ કરી શકશે

25 January 2021 11:35 AM
India Politics
  • રીમોટ વોટીંગ: હવે મતક્ષેત્રથી દૂર રહેલ નાગરિક પણ વોટીંગ કરી શકશે

દેશમાં મતદાનની ટકાવારી વધારવા ચૂંટણી એપ દ્વારા મહત્વનું કદમ:ટુંક સમયમાં ટ્રાયલ: ડીજીટલ-વોટર્સ આઈકાર્ડની સુવિધા અને ટેકનોલોજીનો સંગમ થશે: યુવા મતદારોને આકર્ષવા પ્રયાસ

નવી દિલ્હી: દેશમાં ઈ-વેટીંગ કાર્ડ ડીજીટલ મતદાર ઓળખકાર્ડની સુવિધાનું લોન્ચીંગ બાદ હવે ચૂંટણી પંચ આગામી સમયમાં દેશનો કોઈપણ મતદાર તેના નોંધાયેલા મતક્ષેત્ર માટે કોઈપણ સ્થળેથી મતદાન થઈ શકે તેવી સુવિધા આપવા જઈ રહ્યું છે અને આ પ્રક્રિયાની ટ્રાયલ ટુંક સમયમાં જ શરુ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી સુનિલ અરોરાએ ગઈકાલે ભવિષ્યની ચૂંટણી સુવિધાઓ પરના એક સંબોધન સમયે આ માહિતી આપી હતી. આજે દેશ નેશનલ વોટર્સ ડે મનાવી રહ્યો છે.

તે પુર્વેના આ સમારોહમાં વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે રીમોટ વોટીંગ અંગે અમોએ એક રીસર્ચ પેપર પર કામ શરુ પણ કરી દીધું છે. જેમાં ટેકનોલોજીની ભૂમિકા સૌથી મહત્વની હશે. આ માટે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ અને અન્ય ઈન્સ્ટીટયુટનો સાથ લેવાયો છે. આજે ચૂંટણીપંચ ઈ-ઈપીક કાર્ડ સીસ્ટમ લોન્ચ કરી રહ્યું છે પણ દેશમાં એબસન્ટ વોટર્સ કે લોસ્ટ વોટર્સની સંખ્યા મોટી છે. દરેક ચૂંટણીમાં 50-60% મતદાન થાય છે જે 40 ટકા રહી જાય છે તેમાં 25-30% મતદારો તેના મતક્ષેત્રની બહાર વસી ગયા હોય છે જેથી તેમાં મતદાન કરવા તેમના ક્ષેત્રમાં આવતા નથી. ખાસ કરીને યુવા મતદારમાં આ સમસ્યા સૌથી મોટી છે.


જેમના માટે હવે રીમોર્ટ વોટીંગથી એક નવી સુવિધા ઉમેરવા પંચ જઈ રહ્યું છે જેથી દેશના કોઈપણ ભાગમાં વળતો મતદાર તે જે મતક્ષેત્રમાં નોંધાયા હોય તે મતક્ષેત્ર માટે ઓનલાઈન વોટીંગ કરી શકશે.
આ રીતે મતદાનમાં લોકોની ભાગીદારી વધશે જે લોકશાહીને મજબૂત બનાવશે. આ સુવિધા ભારત બહાર રાખેલા કે વસેલા ભારતીય નાગરિકો માટે પણ વિસ્તારવાની તૈયારી છે. જે દરખાસ્ત હાલ કાનૂન મંત્રાલય ચકાસી રહ્યું છે. ચાર રાજયો અને એક કેન્દ્ર શાસીત ક્ષેત્રમાં ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે જેમાં સંભવત મર્યાદીત મતક્ષેત્રમાં પ્રયોગ તરીકે રીમોટ વોટીંગની સુવિધા આપી શકાશે પણ તે પુર્વે મતદાતા ઓળખકાર્ડનું ડીજીટીલાઈઝેશન જરૂરી હશે.

ડીજીટલ વોટર્સ આઈકાર્ડ યોજનાનો આજથી પ્રારંભ
ડીજીલોકરમાં મતદાર-ઓળખકાર્ડ સાચવી શકે છે
નવી દિલ્હી: દેશમાં આજે મતદાર-દિવસે ચૂંટણી એપ દ્વારા ડીજીટલ મતદાર- ઓળખકાર્ડ સુવિધાનો પ્રારંભ થયા છે જે હવે મતદાર પોતાના ડીજીટલ વોલેટમાં પણ આ આઈકાર્ડને સમાવી શકશે. આજે કાનૂન મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ ઈ-ઈલેકટરલ- ફોટો-આઈકાર્ડનો પ્રારંભ કરાવશે. હાલ આ સુવિધા પ્રારંભ કરાવશે. હાલ આ સુવિધા પાંચ રાજયોમાં શરુ કરાશે. દરેક મતદારના મોબાઈલ નંબર હવે મતદાર યાદીમાં સમાવેલા છે. ચૂંટણીપંચ દ્વારા એક એપ દ્વારા હવે મતદાર ઈ-વોટર્સ કાર્ડની અરજી કરી શકશે જે બાદ ઓટીપી આવશે અને તેના આધારે ડીજીટલ વોટર્સ કાર્ડ મળશે. જે બે કયુઆર કોર્ડના આધારે મતદાતાની તમામ માહિતી તેના ક્ષેત્રની ચૂંટણીની માહિતી પણ તેને મળશે. જો કે હાર્ડ કોપી પણ રૂા.25 આપીને મેળવી શકાશે.


Related News

Loading...
Advertisement