સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં પાંચથી ઓછા કેસ; 147 દર્દીઓ ડિસ્ચાર્જ

25 January 2021 11:15 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં પાંચથી ઓછા કેસ; 147 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ-59, જુનાગઢ-11, જામનગર-6 નવા કેસ: કોરોના રસીકરણ સાથે કોરોનાના કેસ તળીયે: કચ્છમાં નવા 10 અને રાજયમાં 410 કેસ: રાજકોટમાં 3 દર્દીઓના મોત

રાજકોટ તા.25
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીન રસીકરણની સાથે કોરોના પોઝીટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્રણ જિલ્લા સિવાય સાત જિલ્લામાં પાંચથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 91 પોઝીટીવ કેસ સામે 147 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં 45 શહેર 14 ગ્રામ્ય કુલ 59, જુનાગઢ 7 શહેર 4 ગ્રામ્ય કુલ 11, જામનગર શહેર-ગ્રામ્ય 3-3 કુલ 6, ભાવનગર-2, મોરબી-પોરબંદર 3-3, અમરેલી-ગીર સોમનાથ-સુરેન્દ્રનગર 2-2, દ્વારકા-1 સહિત 91 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જયારે રાજકોટ 94, જુનાગઢ 14, જામનગર-11, ભાવનગર-3, મોરબી-7, અમરેલી-6, ગીર સોમનાથ-5, સુરેન્દ્રનગર-4, દ્વારકા-3 સહિત 147 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.કચ્છમાં 10 વધુ નવા કેસ સામે 40 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટમાં 3 દર્દીના મોત થયા છે.રાજયમાં નવા 410 કેસ સામે 704 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડા સાથે વધુ નવા 59 પોઝીટીવ કેસ નોંધાયા છે. 45 શહેર 14 ગ્રામ્ય સહીત 59 કેસ સામે શહેરનો કુલ આંક 14900 અને જિલ્લાનો કુલ આંક 21726 પહોંચ્યો છે. હાલ 327 શહેર અને 168 ગ્રામ્ય સહિત 495 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાગ્રસ્ત 3 દર્દીના સારવારમાં મોત થયા છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 2 નવા કોરોના પોઝીટીવ કેસ નોંદાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6033 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 2 સ્ત્રી મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલિકાના 3 તેમજ તાલુકાઓમાં 1 મળી કુલ 4 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પીટલમાં રજા અપાઈ છે. આજે જિલ્લામાં નોંધાયેલા 6033 કેસ પૈકી હાલ 29 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ 5928 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસની મહામારી મહદ અંશે કાબુમાં રહી છે. છેલ્લા ઘણા સમયથી ફકત સિગલ ડીઝીટમાં જ નહી. પરંતુ નહીવત સંખ્યામાં સામે આવતા કોરોના પોઝીટીવ દર્દીઓ પછી હવે છેલ્લા બે દિવસ થયા એક પણ નવો દર્દી નોંધાયો નથી.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકામાં શનિવારે તથા ગઈકાલે રવિવારે કોરોનાનો એક પણ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી. જયારે આ બે દિવસના સમયગાળામાં એક પણ દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. આથી જિલ્લામાં કોરોનાના 24 એકટીવ કેસ તેમજ નોન કોવિડ 69 અને કોરોનાના કારણે 12 મળી, કુલ 81 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે.


કોરોના મહામારીના પ્રારંભથી જ અન્ય જિલ્લાઓની સરખામણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંક્રમણ ઓછુૂં રહ્યું છે. આ માટે દેવભમિ દ્વારકા જિલ્લા કલેકટર ડોકટર નરેન્દ્રકુમાર મીના, અહીંના પ્રાંત અધિકારી ડી.આર.ગુરવ, નિહાર ભેટારીયા, આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ સહીતના સરકારી અધિકારી તથા તંત્રની જહેમત નોંધપાત્ર અને આવકારદાયક બની રહી છે.


Related News

Loading...
Advertisement