જસદણના આટકોટ પાસે વાહન હડફેટે એકનું મોત

25 January 2021 11:06 AM
Jasdan
  • જસદણના આટકોટ પાસે વાહન હડફેટે એકનું મોત

અજાણ્યા આધેડનું મોત નિપજાવી વાહન ચાલક ફરાર

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 25
જસદણ તાલુકાના આટકોટ વીરનગર વચ્ચે અજાણ્યા વાહન ચાલકે એક અજાણ્યા શખ્સને અડફટે લેતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ અંગેની વિગતો મુજબ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર વીરનગર અને બળધોઈ વચ્ચે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ રોડ ઉપર પડયો હોવાની ગઈકાલે વહેલી સવારે આટકોટ પોલીસને કોઇ નાગરિકે જાણ કરતાં આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી. મેતા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.


મૃત્યુ પામનાર વ્યક્તિ અંદાજે 55 વર્ષની ઉંમરનો અને તેમણે ખાખી કલરનું પેન્ટ તેમજ સફેદ શર્ટ પહેરેલો છે તેમ જ ગરમ કોટ પહેરેલો હતો તેમના ખિસ્સામાંથી કોઈ ડોક્યુમેન્ટ કે મોબાઈલ સહિતની કોઈ જ વસ્તુઓ મળી ન હતી. મૃત્યુ પામનાર વ્યક્તિ કોણ છે તે અંગે પોલીસે શોધખોળ શરૂ કરી છે. આટકોટ પોલીસે મૃત્યુ પામનાર પુરુષના મૃતદેહનો કબ્જો મેળવી જસદણ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને બે દિવસ સુધી જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવાની વ્યવસ્થા કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ભીક્ષુક કે એકલવાયું જીવન જીવતો હોવાનું જણાય છે. વધુ તપાસ આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી મેતા ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement