(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૪
ભાવનગરના જુના રતનપર ગામેથી કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા હતા. વનવિભાગની ટીમે બન્ને આરોપીઓને મૃત કુંજ પક્ષી સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતો
ભાવનગર વન વિભાગ અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.સંદીપકુમારના માર્ગદર્શન હેઠળ તથા ભાવનગર વન વિભાગના મદદનીશ વન સંરક્ષક વી.એ.રાઠોડની સૂચના હેઠળ વન વિભાગનો સ્ટાફ તપાસમાં હતો તે દરમિયાન ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં કુંજપક્ષીનો શિકાર કરતા બે શખ્સો કરણ ભોળાભાઈ જશમુરિયા (ઉ.વ ૨૦) અને મુના મુળજીભાઈ જશમુરીયા (ઉ.વ ૩૦) (રહે. બન્ને, જૂના રતનપર)ને રંગે હાથે ઝડપી લીધા હતા. અને બન્ને સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ અંતર્ગત કલમ ૨(૧૬), ૯, ૫૨,૩૯. હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.
આ કામગીરીમાં સામાજિક વનીકરણ રેન્જ ઘોઘાના આર.એફ.ઓ દિવ્યરાજસિંહ સરવૈયા અને વિક્રમભાઈ રાઠોડ તથા ભાવનગર નોર્મલ રેન્જના ઇન્દ્રજિતસિંહ ગોહિલ અને સંજયભાઈ દેસાઈ ફરજ પર રહ્યા હતા.