ભાવનગર:
ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં જકાતનાકા પાસે એક યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. જેના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
હત્યાના આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના ફુલસર જકાતનાકા વિસ્તારમાં આજે રાત્રે મયુર મકવાણા નામના યુવાન ઉપર છરી સહિતના તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યા નિપજાવી આરોપીઓ નાસી છૂટયા છે. આ બનાવની જાણ થતાં ડી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો, એલસીબીની ટીમ દોડી ગઈ હતી. પોલીસે પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, હત્યાનું કારણ જાણવા અને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
(અહેવાલ: વિપુલ હિરાણી-ભાવનગર)