ભાવનગર જિલ્લામાં આજે ૨ કોરોના કેસો, ૪ દર્દીઓ ડિસ્ચાર્જ

24 January 2021 08:27 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર જિલ્લામાં આજે ૨ કોરોના કેસો, ૪ દર્દીઓ ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૩૩ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૪ 
ભાવનગરમાં આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૩૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૩ તેમજ તાલુકાઓમાં ૧ મળી કુલ ૪ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૬,૦૩૩ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૯૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement