કોરોના સંક્રમણમાં ભારે ઘટાડો : ગુજરાતમાં આજે નવા 410 કેસો, 700થી વધુ દર્દીઓ સાજા થયા

24 January 2021 08:14 PM
Gujarat
  • કોરોના સંક્રમણમાં ભારે ઘટાડો : ગુજરાતમાં આજે નવા 410 કેસો, 700થી વધુ દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું વાઈરસથી મોત, મૃત્યુઆંક 4,376 થયો, રિકવરી રેટ 96.51 ટકા

રાજકોટ, તા.24
કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો યથાવત છે. આજે 700 થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 96.51 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 4,665 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 410 કેસ નોંધાયા છે અને 1 દર્દીઓનું મૃત્યુ થયુ છે, જ્યારે 704 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,50,056 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 48 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 4,617 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4376 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,59,097 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 92, સુરત 85, વડોદરા 86, રાજકોટ 59, જૂનાગઢ 11, કચ્છ 15, ગાંધીનગર 9, ભરૂચ 7, દાહોદ - મહેસાણા - જામનગર 6, પંચમહાલ - સાબરકાંઠા 4, મોરબી - પોરબંદર 3, અમરેલી - આણંદ - ભાવનગર - ગીર સોમનાથ - ખેડા - મહીસાગર - સુરેન્દ્રનગર 2, અરવલ્લી - છોટાઉદેપુર - દેવભૂમિ દ્વારકા - નવસારી - વલસાડ 1.


Related News

Loading...
Advertisement