કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું ઉત્તમ ઉદાહરણ : કચ્છના સફેદ રણમાં ટુરિસ્ટ દ્વારા કરવામાં આવેલી ગંદકીને સાફ કરી

24 January 2021 06:00 PM
kutch Gujarat
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું ઉત્તમ ઉદાહરણ : કચ્છના સફેદ રણમાં ટુરિસ્ટ દ્વારા કરવામાં આવેલી ગંદકીને સાફ કરી
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું ઉત્તમ ઉદાહરણ : કચ્છના સફેદ રણમાં ટુરિસ્ટ દ્વારા કરવામાં આવેલી ગંદકીને સાફ કરી

મંત્રી માંડવીયાના અધ્યક્ષ સ્થાને ધોરડો ખાતે શિપિંગની ચિંતન શિબિર યોજાઈ હતી

ભુજ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો છે. આ અભિયાનનું પાલન કરતા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. તેઓ હાલ કચ્છના ધોરડો ખાતે શિપિંગની ચિંતન શિબિરમાં આવ્યા હતા અહીં તેઓએ બેઠક પૂર્ણ કરી કચ્છના રમણીય સફેદ રણમાં લટાર લગાવી હતી એ દરમિયાન તેઓની નજર રણમાં પડેલા પ્લાસ્ટિકના કચરા પર પડી. અહીં આવતા ટુરિસ્ટો દ્વારા આ કચરો કરાયો હતો. તે મંત્રી મનસુખભાઇ મંડાવીયાએ પોતાના હાથેથી સાફ કર્યો હતો. રણમાં પડેલી પ્લાસ્ટિકની કોથળી, બોટલો વગેરે તેઓએ ઉપાડી હતી. અને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તેની તસવીરો મૂકી લખ્યું કે, 'કચ્છના સફેદ રણની સુંદરતા જાળવી રાખવા માટે નાનો પ્રયાસ' તેમની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના ધોરડો ખાતે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાની અધ્યક્ષતામમહ તા.21થી 23 દરમિયાન ત્રિ-દિવસીય ચિંતન બેઠક યોજા હતી. બેઠકમાં ભારતના તમામ મુખ્ય બંદરોના ચેરપર્સન અને મંત્રલાયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મેરિટાઇમ વિઝન-2030 માટે આગામી રૂપરેખાને અંતિમ રૂપ આપવા ચર્ચા કરી. બેઠક પહેલા કેન્દ્રીય રાજયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ અંગે વડાપ્રધાનના આત્મનિર્ભરત ભારતની દૂરંદેશીતા પૂર્ણ કરવા માટે ભારતના સમુદ્ર ક્ષેત્ર સંબંધિત આગામી દાયકાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે આ ચિંતન બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ થશે.

આ ચિંતન બેઠકમાં રો-રો અને રો-પેક્સ ફેરી તેમજ સી-પ્લેન સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં શરૂ કરવા માટે નવા રૂટ ખોલવા અંગે પણ ચર્ચા થઈ, તેમજ શહેરી પરિવહનના નવા માર્ગોનું અન્વેષણ, એસએઆરઓડી - બંદરોનો અસરકારક અમલ, આંતરરાષ્ટ્રીય લવાદ વગેરે સંબંધિત સત્રો સમાવી લેવામાં આવ્યા. તમામ મુખ્ય બંદરો દ્વારા સેટેલાઇટ પોર્ટ્સ (એકલ બંદરો)ના વિકાસની ભાવિ યોજના અંગે અને જથ્થામાં વધારો કરવા માટે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માલની હેરફેરમાં વધારો કરવા માટેના માર્ગો અને રીતો પર ચર્ચા થઈ.


Related News

Loading...
Advertisement