ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ, અગ્રણી કૌશિક પટેલ સાથે 300 કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

24 January 2021 04:01 PM
Gujarat Politics
  • ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ, અગ્રણી કૌશિક પટેલ સાથે 300 કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ઝાડેશ્વર તેમજ અંકલેશ્વરના કોંગી કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કરતા ચૂંટણી જંગ રસાકસી ભર્યો રહેશે

ભરૂચ:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા કોંગ્રેસ મતગણતરીની જુદી-જુદી તરીખોને લઈ કાનૂની લડાઈ લડવાની મથામણમાં પડ્યું છે. બીજીતરફ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ભરૂચના કોંગી અગ્રણી કૌશિક પટેલ સહિત 300થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

ભરૂચ તાલુકા પંચાયચના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કૌશિક પટેલ અને ઝાડેશ્વર તેમજ અંકલેશ્વરના 300 જેટલા કાર્યકર્તાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ જિલ્લાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસને મોટો ફટકો પડતા ચૂંટણી જંગ રસાકસી ભર્યો થશે.

◆ કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂને ચૂંટણીની જવાબદારી સોંપી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જાહેરાત કરી છે. આગામી તા.૨૧ ફેબ્રુઆરીએ રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે જેની મતગણતરી તા.૨૩ ફેબ્રુઆરીના રોજ થશે. આ સાથે ૮૧ નગરપાલિકાઓ, ૨૩૧ તાલુકા પંચાયતો થતા ૩૧ જિલ્લા પંચાયતો માટે આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. અને તેની મતગણતરી ૨ માર્ચના રોજ થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગઈકાલથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે. ત્યારે તમામ પાર્ટીઓએ ચૂંટણીની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં દરવખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ રહેતો જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને ઔવેશીની AIMIMએ પણ ચૂંટણીમાં જમ્પલાવ્યું છે ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂને ખાસ જવાબદારી સોંપી છે. તેઓની સીનિયર ઑબ્ઝર્વર તરીકે વરણી કરાઈ છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલી આ મહત્વની જવાબદારીને હું સ્વીકારુ છે. ગુજરાત કોંગ્રેસના સાથીઓ સાથે મળીને અમે આ ચૂંટણી લડીશુ અને જીતીશું. આ તરફ ભાજપે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરી દીધી છે.


Related News

Loading...
Advertisement