સ્થાનિક સ્વરાજની ચૂંટણી : મતગણતરીની અલગ-અલગ તારીખને લઈ કોંગ્રેસ કોર્ટમાં જશે

23 January 2021 10:18 PM
Gujarat Politics
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી : મતગણતરીની અલગ-અલગ તારીખને લઈ કોંગ્રેસ કોર્ટમાં જશે

ચૂંટણી પંચે ભાજપના દબાણમાં મત ગણતરીની જુદી-જુદી તારીખ રાખી : અમિત ચાવડા

રાજકોટઃ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ, આ સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે. મતગણતરી માટે અલગ-અલગ તારીખને લઈ કોંગ્રેસ કોર્ટમાં જશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ચૂંટણી પંચે ભાજપના દબાણમાં મતગણતરીની જુદી-જુદી તારીખ રાખી.

અમિત ચાવડાએ ટ્વીટર પર લખ્યુ કે, “કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પુરી રીતે તૈયાર છે અને અમારા કાર્યકર્તા જીતની આશા સાથે જનતાના આશીર્વાદ માટે જશે. 2015ના કોર્ટના આદેશ છતા ભાજપના દબાણમાં મત ગણતરીની તારીખ અલગ અલગ કરી ચૂંટણી પંચની જાહેરાતને અમે કોર્ટમાં પડકારીશું.”

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જાહેરાત કરી છે. આગામી તા.૨૧ ફેબ્રુઆરીએ રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે જેની મતગણતરી તા.૨૩ ફેબ્રુઆરીના રોજ થશે. આ સાથે ૮૧ નગરપાલિકાઓ, ૨૩૧ તાલુકા પંચાયતો થતા ૩૧ જિલ્લા પંચાયતો માટે આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. અને તેની મતગણતરી ૨ માર્ચના રોજ થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે.


Related News

Loading...
Advertisement