‘આપ’ના ધારાસભ્ય સોમનાથ ભારતી મારપીટ સહિતના કેસમાં દોષી જાહેર

23 January 2021 06:01 PM
India Politics
  • ‘આપ’ના ધારાસભ્ય સોમનાથ ભારતી
મારપીટ સહિતના કેસમાં દોષી જાહેર

નવી દિલ્હી, તા.23
અદાલતે આમ આદમી પાર્ટીના માલવીયનગરના ધારાસભ્ય સોમનાથ ભારતીને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (એઇમ્સ)ના કર્મચારીઓને મારપીટ કરવા અને સરકારી સંપતિને નુકસાન પહોંચાડવાના કેસમાં દોષી ઠરાવ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે, બધા જ સાક્ષીઓ અને બયાનોથી આરોપીનો અપરાધ સાબિત થયો છે.અદાલતે સોમનાથ ભારતીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધી ધારા અંતર્ગત દોષી ઠરાયા છે જેમાં વધુમાં વધુ બે વર્ષની સજા છે. અદાલતે સહ આરોપીઓ જગત સૈની, દલીપ ઝા, સંદીપ રાકેશ પાંડેને છોડી દીધા હતાં.


Related News

Loading...
Advertisement