કાલે પુત્રદા એકાદશી: મહાત્મ્ય

23 January 2021 05:06 PM
Dharmik
  • કાલે પુત્રદા એકાદશી: મહાત્મ્ય

રાજકોટ, તા.23
આવતીકાલ તા.24ના પોષ એકાદશી અર્થાત પુત્રદા એકાદશી છે. શાસ્ત્રમાં પુત્રદા એકાદશી વ્રતનું વિધાન છે. પુત્રદા એકાદશી આજે તા.23ના રાતે 8-58 થી આવતીકાલ રાત્રીના 10-58 સુધી છે.આવતીકાલે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતાં વિધિ વિધાન સાથે પૂજા કરવી ત્યારબાદ ગંગાજળનું પાન કરવું, શુધ્ધ ઘીનો દીવો કરવો, ઘંટનાદ કરવો અને વ્રત કરવાનો સંકલ્પ કરવો, દિવસભરનો ઉપવાસ કરવો, આખી રાત જગતને ભગવાનનું ભજન કીર્તન કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન-દક્ષિણા કરવી.‘ૐ ગોવિન્દાય, માધવાય નારાયણાય નમ:’ આ મંત્રના 108 વાર જાપ કરવા, એક મંત્ર બોલતા સાથે ભગવાન શંકરને બિલીપત્ર ચઢાવવું.પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તી થાય છે તેમ શાસ્ત્રોમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement