નવી દિલ્હી તા.23
કોરોના મહામારીની રસી શોધાયા પછી પણ કોરોનાનો કહેર સાવ ઓછા નથી થયો. કોરોનાએ લોકોને અનેક રીતે પરેશાન કર્યા છે. કોરોનાથી સાજા થયા પછી પણ કેટલાક લોકો કોઈને કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ચીનમાં કોરોનાથી 6 મહિના પહેલા સ્વસ્થ થયેલા લોકો પર એક વિસ્તૃત અધ્યયન થયું હતું, જેમાં આ મામલે થયેલા વિસ્તૃત અભ્યાસ મુજબ કોરોનાએ સ્વસ્થ થયેલાઓની શરીરની 74 ટકામાં કોઈને કોઈ લક્ષણ ઉભર્યા છે, 63 ટકા દર્દીઓ કમજોરી અનુભવે છે. 26 ટકા દર્દીઓને ઉંઘ ન આવવાની પરેશાની છે. 22 ટકા લોકોના વાળ ખરવા લાગ્યા છે, 8 ટકા લોકોની ભૂખ ઘટી છે, 7 ટકા લોકોને પહેલા જેવો સ્વાદ નથી આવતો, 7 ટકા લોકોને ચકકર આવે છે, 5 ટકા લોકોને ડાયેરીયા અને ઉલ્ટી થાય છે, 9 ટકાને સાંધામાં દુ:ખાવો, 9 ટકાને હૃદય પર જોગ, 5 ટકાને માથામાં દુ:ખાવા સહીતની ફરિયાદો છે.