સોમવારે બુધ ગ્રહનું કુંભ રાશિમાં પરિવર્તન

23 January 2021 12:14 PM
Dharmik
  • સોમવારે બુધ ગ્રહનું કુંભ રાશિમાં પરિવર્તન

બારેય રાશિઓ પર બુધનો કેવો પ્રભાવ રહેશે? જાણકારી

રાજકોટ, તા.23
ગ્રહોમાં યુવરાજ કહેવાતા ચંદ્રપુત્ર બુધ મકર રાશિની યાત્રા સમાપ્ત કરીને 25મી જાન્યુઆરીના સોમવારે સાંજે 4-53 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે 30મી જાન્યુઆરીની રાતે 9-18 સુધી વક્રી થઇને તા.4 ફેબ્રુ.ની રાત્રે 10.38 કલાકે પુન: મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પર ગોચર કરતો બુધ તા.21 ફેબ્રુ.ની સવારે 6 વાગીને 18 મીનીટે માર્ગી થશે. માર્ગી અવસ્થામાં જ ગોચર કરતાં તા.11મી માર્ચના પુન: કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 1લી એપ્રિલની મધ્યરાત્રીએ 12-40 કલાકે મીન રાશિના સ્વામી બુધ મીન રાશિમાં નીચ રાશિ તથા ક્ધયા રાશિમાં ઉચ્ચ રાશિગત થાય છે. તેના રાશિ પરિવર્તનનું બધી બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પડશે તેનું  વિશ્લેષણ અત્રે રજુ છે.

મેષ રાશિ
રાશિથી લાભ ભાવમાં બુધનું આવવું આ રાશિના જાતકો માટે અનુકુળ ફળ આપનાર બનશે. નવા કાર્યો ફળીભુત થશે. નવી મુલાકાતો સુખદ રહે. છાત્રો માટે સાનુકુળ, સંતાન સંબંધી ચિંતાથી મુક્તિ મળશે.


વૃષભ રાશિ
રાશિથી દશમા કર્મ સ્થાનમાં ગોચર કરતો બુધ આર્થિક પક્ષને મજબૂત કરશે. કાર્ય વેપારમાં વૃધ્ધિ થાય. સંબંધો સારા રહે, નોકરીમાં ઉન્નતિની સંભાવના, માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે સચેત રહેવું. જાયદાદના મામલામાં સફળતા મળે, મકાન અથવા વાહન લઇ શકાશે.


મિથુન રાશિ
આ રાશિમાં ભાગ્ય સ્થાનમાં ગોચરનો બુધ રહેશે. ધર્મ-કર્મના મામલાઓમાં અધિક ખર્ચ થાય. આર્થિક રીતે સારૂ રહે. કાર્યોની પ્રશંસા થાય. વિદેશી કંપનીમાં નોકરી માટેની તક મળે. વિદ્યાર્થીઓ માટે સારૂ છે.


કર્ક રાશિ
આ રાશિના આઠમા ભાવમાં ગોચર કરતો બુધ અનેક જાતના પડકારો આપશે. વેપાર માટે ચિંતા રહે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.


સિંહ રાશિ
આ રાશિના સાતમા ભાવમાં ગોચર કરતો બુધ વિવાહથી સંબંધિત મામલાઓમાં આવનાર અડચણો દૂર થશે. શ્ર્વસુર પક્ષ તરફથી પણ સહયોગ મળે, વેપારીઓ માટે ઉત્તમ, કોઇ મોટું કાર્ય કરવા ઇચ્છતા હો તો તેમાં સફળતા મળે, સરકારી કામકાજમાં સફળતા મળે.


કન્યા રાશિ
આ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરતો બુધ ગુપ્ત શત્રુઓની વૃધ્ધિ કરશે. કોઇને ઉધારમાં રકમ ન આપવી, નહીંતર આપેલી રકમ પાછી મેળવવામાં સંદેહ રહે. વિદેશી કંપની કે વિદેશી નાગરિકતા માટે આયોજન કરી શકાશે.


તુલા રાશિ
આ રાશિમાં પાંચમાં ભાવમાં ગોચર કરતો બુધ ખૂબ સફળતા અપાવે. વિદ્યાર્થીઓ માટે સારૂ રહે, આળસ ખંખેરી નાકવી, સંતાન સંબંધી ચિંતા ન રહે, નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિ તથા પ્રાદુર્ભાવના પણ યોગ છે.


વૃશ્ર્વિક રાશિ
આ રાશિના ચાતુર્થ ભાવમાં ગોચર કરતો બુધ સામાન્ય ફળ આપશે. જમીન જાયદાદ સંબંધી મામલા, મકાન, વાહન ખરીદવા વગેરે કામો પુરા થઇ શકે. ધર્મમાં વધારે રૂચિ રહે, દાનપુણ્ય કરવું, કેન્દ્ર અને રાજ્યને સંબંધિત કાર્યો પુરા થઇ શકે.


ધન રાશિ
આ રાશિના પરાક્રમ ભાવમાં ગોચર કરતો બુધ જાતકોને કાર્ય ક્ષેત્ર વિસ્તરણમાં ફળદાયી બને. નવી ઉર્જા શક્તિ મળે, હાડકાનો દુ:ખાવો થાય, નોકરીયાત માટે સારૂ ફળ આપે, યાત્રાનો લાભ રહે. વિદેશી કંપનીમાં નોકરીનો યોગ બને.


મકર રાશિ
આ રાશિના ધન ભાવમાં ગોચર કરતો બુધ જાતકનો આર્થિક પક્ષ મજબૂત કરી શકે. મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં આસાનીથી વિજય મળે. નોકરીમાં પદોન્નતિ તથા મગ્ન સન્માનની વૃધ્ધિ થાય. શેર બજારમાં લાભદાયી, નવદંપતિને સંતાનનો યોગ જોવા મળે.


કુંભ રાશિ
આ રાશિમાં ગોચર કરતા બુધ અનેક રીતે ચઢાવ-ઉતાર લાવી શકે છે અને એવુંં કે તમારા નજીકના લોકો નુકસાન પહોંચાડવાની વ્યર્થ કોશિષ કરે. કાર્ય ક્ષેત્રમાં પણ ઝગડા વિવાદથી દૂર રહેવું, વેપારી માટે લાભદાયી, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


મીન રાશિ
આ રાશિથી હાનિ ભાવમાં ગોચર કરતો બુધ વેપાર માટે સામાન્ય રહે, દૈનિક વેપારીઓ માટે સમય અનુકુળ રહે, વિદેશ યાત્રા માટેના યોગ, દામ્પત્યજીવનમાં મતભેદ થવાની સંભાવના રહે.


Related News

Loading...
Advertisement