સૌરાષ્ટ્રમાં કોરોના બે આંકમાં: પોરબંદર-બોટાદ ‘0’ કેસ: 4 મોત

23 January 2021 11:48 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોના બે આંકમાં: પોરબંદર-બોટાદ ‘0’ કેસ: 4 મોત

કોરોના વેક્સિન રસીકરણ સાથે જ કોરોના સંક્રમણ તળીયે; રાજકોટ સિવાયના અન્ય જિલ્લાઓમાં એકી સંખ્યામાં કેસ: કચ્છમાં નવા 15 કેસ: ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલોમાં બેડ ખાલી થવા લાગ્યા

રાજકોટ, તા.23
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત ડિસેમ્બર માસમાં કોરોનાના કહેર જોવા મળ્યા બાદ જાન્યુઆરીના મધ્યાહન બાદના દિવસોમાં હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં કોરોના વિદાય લે તેવી સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ-51 સિવાય અન્ય જિલ્લાઓમાં એકી સંખ્યામાં કેસ નોંધાયા છે. પોરબંદર-બોટાદ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં 87 પોઝિટીવ કેસ સામે 134 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં પોઝીટીવ આંક 100ની અંદર નોંધાતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.


કોરોના વેક્સિનના રસીકરણ સાથે કોરોના સંક્રમણ તળીયે પહોંચ્યું છે. રાજકોટ જિલ્લામાં 36 શહેર 15 ગ્રામ્ય કુલ 51 કેસ નોંધાયા છે. જ્યારે ગીર સોમનાથ-મોરબી, ભાવનગર 6-6, અમરેલી, જામનગર, જુનાગઢ 5-5, દ્વારકા-2, સુરેન્દ્રનગર-1 મળી કુલ 87 પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં રાજકોટ-86, જામનગર-12, જુનાગઢ-13, મોરબી-6, અમરેલી-3, ભાવનગર-7, દ્વારકા-4, સુરેન્દ્રનગર-3 સહિત 134 દર્દી સ્વસ્થ થયા છે.રાજકોટ-2, જામનગર-2 દર્દીના મોત નોંધાયા છે. કચ્છમાં 15 પોઝીટીવ કેસ નોંધાયા છે.રાજ્યમાં 451 પોઝીટીવ કેસ સામે 700 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા નોંધાયો છે.


રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડા સાથે દર્દીઓ સાજા થવાનો આંક વધી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે. જેમાં શહેર-36 અને ગ્રામ્ય-51 મળી કુલ 51 પોઝીટીવ કેસ સામે 86 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કુલ પોઝીટીવ આંક 21590 નોંધાયો છે. હાલ સરકારી-ખાનગી કોવિડ હોસ્પિટલમાં 361 શહેર 168 ગ્રામ્ય મળી કુલ 529 દર્દીઓ સારવાર હેઠળ છે, 2 દર્દીના મોત થયા છે.


ભાવનગર
ભાવનગરમાં આજરોજ 6 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 6.024 થઇ છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 3 પુરુષ અને 1 સ્ત્રી મળી કુલ 4 કેસ નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ઉમરાળા ખાતે 1 તેમજ સિહોર ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ જિલ્લામાં નોંધાયેલા 6.024 કેસ પૈકી હાલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,918 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં જ કોરોનાનો ગઇકાલે નવો એક પોઝિટીવ કેસ નોંધાયો છે જ્યારે દ્વારકાનો જ એક દર્દી સ્વસ્થ થતાં તેમને રજા અપાઇ છે. જિલ્લાના અન્ય ત્રણ તાલુકામાં એક પણ નવા દર્દી નોંધાયા નથી કે ડિસ્ચાર્જ કરાયા નથી. જિલ્લામાં હાલ 24 એક્ટિવ કેસ છે. મૃત્યુઆંક પણ 81નો જ રહ્યો છે.


અમરેલી
અમરેલી જિલ્લામાં નવા 5 પોઝીટીવ કેસ સાથે 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કુલ આંક 3789 પર પહોંચ્યો છે. હાલ 33 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.


જામનગર
જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણની ચેન તુટતા નવા માત્ર પાંચ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી. 12 દર્દીઓ સ્વસ્થ થયા છે બે દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement