100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરવા RBIની તૈયારી : જાણો વધુ માહિતી

22 January 2021 07:43 PM
India
  • 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરવા RBIની તૈયારી : જાણો વધુ માહિતી

ભારતીય રિઝર્વ બેન્કના સહાયક મહાપ્રબંધકે સંકેત આપ્યા

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરવા RBIની તૈયારી : જાણો વધુ માહિતી

ભારતીય રિઝર્વ બેન્કના સહાયક મહાપ્રબંધકે સંકેત આપ્યા

મુંબઈ:
આરબીઆઈ 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે પરત લેવાની યોજના બનાવી રહી છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેન્કના સહાયક મહાપ્રબંધક (એજીએમ) મહેશે આજે તા. 22 જાન્યુઆરીના રોજ આપી હતી.

સહાયક જનરલ મેનેજરે આ નિવેદન નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (ડીએલએસસી) અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (ડીએલએમસી) ની બેઠકમાં આપ્યું છે. બી. મહેશે જણાવ્યું હતું કે, 100 રૂપિયા, 10 અને 5 રૂપિયાની જૂની ચલણી નોટો આખરે ચલણમાંથી બહાર જશે, કારણ કે આરબીઆઈ માર્ચ-એપ્રિલ સુધીમાં તેમને પાછા ખેંચવાની યોજના બનાવી રહી છે. આ નોટ પાછલા 6 વર્ષોથી પ્રિન્ટ કરવામાં આવી છે. જો કે RBIનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ધ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.

ઘણીવાર ચર્ચાઓ થાય છે કે, સરકાર રૂ.2000ની નોટ બંધ કરશે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસને કોઈ માંગ પત્ર મોકલ્યો નહતો. સરકારે આ બાબતે તો ખુલાસો કરવો પડ્યો છે. નોટો છાપવાનું બંધ હોય તેનો અર્થ એ નથી કે, સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવાનું વિચારી રહી છે. 2000ની નોટ ચલણમાં ચાલુ જ રહેશે. નાણાં રાજ્ય પ્રધાને માહિતી આપી હતી કે, 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 લાખ ચલણી નોટો ફરતી થઈ છે. 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 લાખ ચલણી નોટનો હતો. 33,632 લાખ નોટ ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં સર્ક્યુલેશન માં હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રીઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડમાં ગત વર્ષે 23 માર્ચથી 3 મે સુધી નોટ છાપવાનું બંધ હતુ. 4મેથી છાપકામ શરૂ થઈ ગયુ હતુ. નાસિક અને દેવાસ સ્થિત સિક્યોરિટી પ્રિંટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ (SPMCIL)માં પણ પ્રેસ લોકડાઉન દરમિયાન બંધ હતુ.

◆ 10ના સિક્કા RBI માટે મુશ્કેલી

બી મહેશે જણાવ્યું હતું કે, 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ બાદ પણ વેપારીઓ અને બિઝનેશમેને આ સિક્કા સ્વીકાર્યા નથી, જે બેન્કો અને આરબીઆઈ માટે મુશ્કેલી બની છે. તેમણે કહ્યું, "બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાલાતી હોવા અંગે જાગૃતિ લાવવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહિત કરવાની રીતો શોધી કાઢવી જોઈએ."

◆ RBIએ 2019માં 100 ની નવી નોટો બહાર પાડી હતી

2019 માં, આરબીઆઈએ લવન્ડર રંગમાં રૂપિયા 100ની નવી નોટો બહાર પાડી હતી, જેમાં ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે પ્રખ્યાત સ્ટેપવેલ રાણીની વાવનો ફોટો છે. આરબીઆઈએ નવી 100 રૂપિયાની નોટો આપવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, "અગાઉ જારી કરેલી 100 રૂપિયાની તમામ નોટો કાનૂની ટેન્ડર તરીકે પણ ચાલુ રહેશે." આ સિવાય 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી પછી કેન્દ્રીય બેંકે 2000 અને 200 રૂપિયાની નોટ જારી કરી હતી.


Related News

Loading...
Advertisement