શાઓમી એમઆઈ 11 સ્માર્ટ ફોનની ધમાકેદાર કમાણી

22 January 2021 05:17 PM
Technology Top News
  • શાઓમી એમઆઈ 11 સ્માર્ટ ફોનની ધમાકેદાર કમાણી

માત્ર 31 દિ’માં 10 લાખ ફોન વેંચાયા

નવી દિલ્હી તા.22
સ્માર્ટફોન શાઓમી એમઆઈ 11 એ લોંચ થતાં વેત ધમાકેદાર કમાણી કરી હતી. માક્ષ 21 દિવસમાં 10 લાખથી વધુ ફોન વેચાયા હતા. આ દુનિયાનો પહેલો સ્માર્ટ ફોન બન્યો છે જે કવાલકેનનાં લેટેસ્ટ ફલેગશીપ પ્રોસેસરની સાથે આવે છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ સેલમાં આ ફોન માત્ર પાંચ મિનીટમાં 3 લાખ 50 હજાર લોકોએ ખરીદયો હતો. આ ફોનના વેંચાણ દરમ્યાન કંપનીનાં 1.5 અબજ યુઆન (લગભગ 17 અબજ રૂપિયા)નું રેવન્યુ જનરેટ કર્યું હતું. આ ફોનની ખુબીઓ જોઈએ તો તેનો 6.81 ઈંચનો કાર્ડ ડીસ્પ્લે છે.આ સ્માર્ટ ફોનમાં 4600 એમએએચની બેટરી છે. જે 55 ડબલ્યુના વાયડ ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે.ફોનમાં 12 જીબી સુધી રેમ અને 256 જીબી સુધી સ્ટોરેજ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રેસેસર અપાયું છે.


Related News

Loading...
Advertisement