હવે ટ્રેન ટિકિટ ઉપર 10 ટકાની રાહત આપશે રેલવે

22 January 2021 05:12 PM
India Top News Travel
  • હવે ટ્રેન ટિકિટ ઉપર 10 ટકાની રાહત આપશે રેલવે

ટ્રેન ઉપડ્યાના ચાર કલાક પહેલાં બની ગયેલા ચાર્ટમાં બર્થ ખાલી રહેશે તો તેના ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે

નવીદિલ્હી, તા.22
કોરોનાકાળમાં ખાલી દોડી રહેલી સ્પેશ્યલ ટ્રેનોને ભરવા માટે રેલવે બોર્ડેે રાહત આપવાનું શરૂ કરી દીધું છે. આ રાહતનો પહેલાંથી અપાઈ રહેલી ભાડાછૂટ તરીકે નહીં પરંતુ અન્ય માધ્યમો દ્વારા યાત્રિકોને આકર્ષિત કરવા માટે આપવામાં આવી રહી છે જેથી સામાન્ય લોકોને સુવિધાની સાથે રેલવેના નુકસાનની ભરપાઈ થઈ શકે. આવામાં રેલવે હવે ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમયના ચાર કલાક પહેલાં બનનારા ચાર્ટ બાદ બર્થ ખાલી પડે તો ભાડામાં 10 ટકાની રાહત આપશે.


યાત્રિ રેલવે સ્ટેશન પર આવેલા કાઉન્ટરો અથવા આઈઆરસીટીસીની વેબસાઈય પર ટિકિટ કરાવી શકશે. અત્યારે આ સુવિધા ઈન્ટરસિટીની ચેરકાર સહિત તમામ સ્પેશ્યલ ટ્રેનમાં મળવાનું શરૂ થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે ગોરખપુરથી મુંબઈ, અમદાવાદ અને સિકંદરાબાદ રૂટ પર ચાલતી ટ્રેનોમાં ક્ધફર્મ ટિકિટ મળી રહી. બીજી બાજુ અન્ય રૂટ ઉપર દોડતી ટ્રેનો માટે યાત્રિકો મળી રહ્યા નથી. જો કે બર્થ ખાલી રહેવા પર રાહતો ઉપરાંત ટ્રેનોના ફેરા ઓછા કરાઈ રહ્યા છે અને અમુક ટ્રેનો રદ્દ પણ થઈ રહી છે.


Related News

Loading...
Advertisement