મહિલાએ સ્કુટરની લોન લેવા માટેનાં પેપર્સ ઉપર સહી કરી પરંતુ મળ્યું મેરેજ સર્ટીફીકેટ!

22 January 2021 05:11 PM
Vadodara
  • મહિલાએ સ્કુટરની લોન લેવા માટેનાં પેપર્સ ઉપર સહી કરી પરંતુ મળ્યું મેરેજ સર્ટીફીકેટ!

વડોદરા જિલ્લાનો રમુજી કિસ્સો

વડોદરા, તા.રર
ગુજરાતનાં વડોદરા જિલ્લામાંથી એક રમુજી કિસ્સો બહાર આવ્યો છે. જેમાં વડોદરાની એક મહિલાએ સહીઓ સ્કુટર માટે લોન લેવાનાં પેપર ઉપર કરી હતી પરંતુ આ મહિલાને લોનને બદલે મેરેજ સર્ટીફીકેટ મળ્યું હતું!


આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરાની મીના પરમાર નામની યુવતી ટ્રાન્સપોર્ટના ખર્ચમાંથી બચવા માટે સ્કુટર લેવા ઇચ્છતી હતી. નવેમ્બર ર017માં મીના પરમારની મુલાકાત કરજણના વિજય પરમાર સાથે થઇ હતી. વિજયે મીનાને સ્કુટર લેવા માટે લોન અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.


જોકે વિજય પરમારે મીનાના ઓછું ભણેલા હોવાનો ફાયદો ઉઠાવીને તેની સાથે લગ્નની નોંધણીના ડોકયુમેન્ટ પર સહી કરાવીને કહ્યું કે, આ વાહનની લોન માટેની અરજી છે. જો કે મીનાને આ વાતનો ખ્યાલ જ નહતો કે, તેણીએ જે કાગળ પર હસ્તાક્ષર કર્યા છે તે લગ્નની નોંધણી માટેના હતા. જે બાદ કોર્ટમાં મીનાએ વિજય સાથે તલાક લેવાની અરજી કરી હતી. પોતાની અરજીમાં મીનાએ દાવો કર્યો હતો કે, પોલીસે વિશ્ર્વાસઘાતની એફઆઇઆર પણ દાખલ કરી નહતી.


તાજેતરમાં કોર્ટે મીનાની વિજય સાથેના છૂટાછેડાની અરજી ફગાવતા જણાવ્યું કે, તે સાબિત નથી કરી શકી કે, તેની સાથે વિશ્ર્વાસઘાત થયો છે. આટલું જ નહીં અરજીમાં છુટાછેડાનું કારણ પણ હિન્દુ લગ્ન એકટ અંતર્ગત નથી આવતું.


Loading...
Advertisement