મહાશિવરાત્રીનું મહાત્મ્ય

22 January 2021 04:31 PM
Dharmik
  • મહાશિવરાત્રીનું મહાત્મ્ય

શુભમુર્હુત, મહત્વ, પૂજાવિધિ તથા વ્રત લઈને પ્રચલીત પૌરાણીક કથાઓ

રાજકોટ તા.22
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. દક્ષિણ ભારતીય પંચાંગને અનુસાર મહા મહિનાની કૃષ્ણપક્ષની ચૌદશના મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ દિવસે શિવભકતો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવીને પૂજા, વ્રત અને રાત્રી જાગરણ કરે છે. માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની વિધિ-વિધાન સાથે પૂજા કરનારના બધા દુ:ખો દૂર થઈ જાય છે. મહાશિવરાત્રી આગામી તા.11ની માર્ચના છે.


મહાશિવરાત્રીનું શુભમુર્હુત
ત.11ની માર્ચના ગુરુવારે રાત્રે 12.06.41 થી 12.55.14 સુધીનું પૂજાનું મુર્હુત છે. અવધિ 48 મીનીટની છે. મધ્યરાત્રી પારણા મુર્હુત સવારે 6.36.06 થી 3.04.32 સુધીનું છે.


પૂજાવિધિ
માટી કે તાંબાના લોટામાં પાણી કે દૂધ ભરવું તથા બીલીપત્ર, ધતુરોના ફુલ, ચોખા વગેરે શિવલિંગ પર ચઢાવવા જોઈએ.મહાશિવરાત્રીના દિવસે શિવપુરાણનો પાઠ તથા મહામૃત્યુંજય મંત્ર અથવા શિવનો પચાક્ષર મંત્ર ‘ૐ નમ: શિવાય’ ના જાપ કરવા જોઈએ. સાથે મહાશિવરાત્રીના દિવસે રાત્રી જાગરણનું પણ વિધાન છે.શાસ્ત્રોકથન અનુસાર મહાશિવરાત્રીની પૂજા નિશિથકાળમાં કરવી ઉત્તમ માનવામાં આવી છે. જો કે ભકતો પોતાની સુવિધા અનુસાર ભગવાન શિવની પૂજા કરી શકે છે.


મહાશિવરાત્રીની પૌરાણીક કથા
શિવરાત્રીને લઈને અનેક કથાઓ પ્રચલીત છે. જેમાં એકને અનુસાર મા પાર્વતીએ શિવને પતિના રૂપમાં મેળવવા ઘનઘોર તપસ્યા કરી હતી. પૌરાણીક કથાઓને અનુસાર તેના ફળસ્વરૂપ કૃષ્ણ ચતુર્દશીના ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ કારણ છે કે મહાશિવરાત્રીના બેહદ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.


રાજયોગ
કઈ કઈ રાશિના જાતકોને કયો ગ્રહ રાજા બનાવી શકે છે? ગરૂડ પુરાણમાં વર્ણિત એક કથા અનુસાર એક દિવસ નિષાદરાજ પોતાના શ્ર્વાનની સાથે શિકાર રમવા ગયો પરંતુ તેને કોઈ શિકાર ન મળ્યો. તે થાકીને પરેશાન થયો એક તળાવના કિનારે ગયો જયાં બિલ્વ વૃક્ષની નીચે શિવલિંગ હતું. પોતાના શરીરને આરામ આપવા માટે તેણે બિલ્વ પત્ર તોડયા. જે શિવલિંગ પર પડયા પોતાના પગને સાફ કરવા માટે તેણે તેના પર તળાવનું જળ છાંટયું. જેમાંના કેટલાક છાંટા શિવલિંગ પર પડયા. આમ કરતી વખતે તેનું એક તીર નીચે પડી ગયું જે ઉઠાવવા માટે તે શિવલિંગની સામે નીચે ઝુકયો, આમ આ રીતે શિવરાત્રીના શિવપૂજનની પુરી પ્રક્રિયા તેણે અજાણતા જ પુરી કરી લીધી. મૃત્યુ પછી જયારે યમદૂત તેને લેવા આવ્યા ત્યારે શિવના ગણોએ તેની રક્ષા કરી અને તેને ભગાડી દીધા. કહેવાય છે કે ભગવાન શિવ અજાણતામાં પોતાના ભકતને એટલું ફળ આપે છે તો વિધિ-વિધાનથી પૂજા કરનારા ભકતોને કોઈ પ્રકારની કમી રહેતી નથી.


Related News

Loading...
Advertisement